________________
ઉપોદ્ઘાત
ત્યાં જન્મ્યા હતા. તેમણે યજ્ઞયજ્ઞાદિમાં થતી હિંસાનો તથા દેહ-દમનના વિવિધ પ્રકારોવાળી તપશ્ચર્યાનો વિરોધ કરી ધ્યાનની પ્રતિષ્ઠા કરી અને ચતુર્યામ – અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહની સ્થાપના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરી. શ્રી ધર્માનંદ કૌશાંબીના મત મુજબ પરિક્ષિતના પુત્ર જનમેજયે કુરૂ દેશમાં મહાયજ્ઞ કરી વૈદિક ધર્મની ધજા ફરકાવી ત્યારે કાશી પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથે એક નવી વિચારધારાનો પ્રચાર કર્યો. બૌદ્ધ સાહિત્ય ઉપરથી માલુમ પડે છે કે શ્રી મહાવીરના સમયમાં જે જે ધાર્મિક પંથો હતા તેમાં શ્રી પાર્શ્વનાથનો પંથ સર્વથી મોટો હતો.
આ પંથના અગ્રશ્રેણીના શ્રી કેશી મુનિ એક સમયે તેમના શિષ્યસમુદાય સાથે પ્રાચીન કોશલ દેશની રાજધાની શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. તે સમયે ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમ પણ ત્યાં જ આવી ચડ્યા. ભગવાન મહાવીર તે સમયે પાર્શ્વનાથના ઉપર જણાવેલ ચાર વ્રતોમાં એક વિશેષ વ્રત બ્રહ્મચર્યનું ઉમેરી પંચ મહાવ્રત (પંચશીલ)નો ઉપદેશ દેતા હતા. પાર્થપંથીઓ માનતા કે ચતુર્યામમાં અપરિગ્રહનું વ્રત છે તેમાં બ્રહ્મચર્ય વ્રતનો સમાવેશ થઈ જાય છે. આવી માન્યતાથી સાધુ વર્ગમાં શિથિલતા આવી ગયેલ. ઉપરાંત, અપરિગ્રહનું વ્રત એટલે જરૂર કરતાં વધુ પરિગ્રહ ન કરવો – સ્ત્રીસંગને તે સિદ્ધાંત લાગુ કરીએ તો ઈતર ભૌતિક વસ્તુઓ સાથે સ્ત્રીને પણ મુકીએ છીએ તેવો ધ્વનિ નીકળે. આથી ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને પાંચમા વ્રતનું જુદું સ્થાન આપીને સ્ત્રી ગૌરવ વધાર્યું અને સ્ત્રીને પણ પુરૂષથી સ્વતંત્ર બ્રહ્મચર્યનો હક્ક આપ્યો.
શ્રી કેશી મુનિ અને શ્રી ગૌતમને એકબીજા એક જ સ્થળે આવી પહોંચ્યાની જાણ થતાં તેમના શિષ્યોના આગ્રહથી તે બંને વચ્ચે તેમના શિષ્યસમૂહ સાથે મિલાપ થયો અને ભગવાન મહાવીરે ચતુર્યામમાં બ્રહ્મચર્યના એક વ્રતનો ઉમેરો કર્યો તે બાબત ચર્ચા થઈ. જેના પરિણામે શ્રી કેશી મુનિ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org