________________
અધ્યયન-૩૨
પ૭
મરણ પામે છે, તે જ રીતે રસમાં રાગદ્વેષનો ભાવ રાખનાર મનુષ્ય વિનાશને પામે છે.
સ્પર્શ શરીરનું આકર્ષણ કરે છે અને સુ-સ્પર્શ અને કુ-સ્પર્શ રાગદ્વેષનું કારણ બને છે. જેમ રાગાતુર મહિષ (પાડો) શીતલ જળથી લલચાઈને મગરમચ્છથી પકડાઈ જાય છે અને મરણ પામે છે તેમ સ્પર્શ વિષે તીવ્ર મૂર્છા રાખનાર અકાળે મરણ પામે છે.
ભાવ મનને ગ્રહણ કરે છે અને ભાવ પ્રત્યે રાગદ્વેષ રાખનાર મનુષ્ય, કામાતુર હાથી હાથણીની પાછળ પડી ખાડામાં પડે છે અને પકડાઈ જાય છે તેમ દુઃખી થાય છે. આથી
न कामभागा समयं उवेंति नयावि भोगा विगई उर्वति । जे तप्पओसीय परिग्गहीय सो तेसु मोहाविगई उवेइ ।। (१०१)
અર્થાત, કામભોગની વસ્તુઓ પોતે સમતા કે વિકાર ઉત્પન્ન કરતી નથી, પરંતુ રાગદ્વેષવાળું માનસ પોતે જ વિકૃત થાય છે. (ગા. ૧૦૧)
રાગદ્વેષાદિ સંકલ્પ વિકલ્પ એ જ સમસ્ત દોષના મૂળ છે તેવી ભાવના ભાવનારને સંપૂર્ણ સમતા પ્રાપ્ત થાય છે અને તૃષ્ણાને ત્યજનાર વિતરાગ પુરૂષ સર્વકાર્ય સિદ્ધ કરે છે. (ગા. ર૫ થી ૧૦૯ નો સારાંશ)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org