________________
૫૮
અધ્યયન-૪
સતત જાગૃતિની જરૂર
અધ્યયન ૪: અપ્રમાદ (અસંત)
આયુષ્ય તૂટ્યા પછી સાંધી શકાતું નથી. માટે હે જીવ! પ્રમાદ ન કર. જરા પ્રાપ્ત થયા પછી કોઈનું શરણ રહેશે નહીં તેનો વિચાર કર. જે પ્રમાદી લોકો હિંસા કરે છે અને ઈન્દ્રિયોને વશ રાખી શકતા નથી તેઓ કોને શરણે જશે?
જેમ કોઈ ચોર ખાતર પાડતા પોતે જ ખોદેલી ભીંત તૂટી પડવાથી તેમાં દટાઈ જાય છે, તેમ છે લોકો ! તમારા પોતાના જ કર્મોથી દટાઈને કર્મ-ફળ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. (ગા. ૧ થી ૩).
સંસારને વિષે મનુષ્યો પોતાના અર્થે કે પારકાના અર્થે જે કાંઈ કર્મો કરે છે તેના ફળ તો તેને પોતાને જે ભોગવવા પડે છે અને તે સમયે જે સગાસંબંધી માટે પાપકર્મ બાંધ્યા હોય તેઓ બચાવવા આવશે નહીં. વિત્ત અથવા દ્રવ્યથી આ લોકમાં કે પરલોકમાં પ્રમાદી પુરૂષ પોતાનું રક્ષણ કરી શકતો નથી.
सुत्ते-सुयावि पडीबुद्ध जीवी न वीससे पंडिये आसुपने । घोरा मुहुत्ता अबलं सरिरं भारंड परवी वचरेडप्पमत्ते ।। (६)
મૂર્ખ લોકો નિદ્રામાં પડેલાં છે, પરંતુ વિવેકી પુરૂષ જાગૃત રહે છે. કારણ કે કાળ ભયંકર છે અને (તેની પાસે) શરીર નિર્બળ છે. માટે હે જીવ! ભારડ પક્ષીની માફક સદા જાગૃત – પ્રમાદરહિત રહે. (ગા. ૬)
જેમ કેળવાયેલ અશ્વ યુદ્ધમાં શત્રુને જીતીને આવે છે તેમ જે સાધક યુવાનીમાં અપ્રમત્ત રહીને વિચરે છે તે જલદીથી મોક્ષે જાય છે. “પૂર્વકાળમાં (યુવાનીમાં) અપ્રમત્વ પ્રાપ્ત થયું નથી, હવે ઉત્તરાવસ્થામાં થશે” એવો તર્ક તો જેને શાશ્વત આયુષ્યની ખાતરી હોય તેજ કરે. યાદ રાખો કે જેમ જેમ આયુષ્ય વધતું જાય છે અને મરણકાળ નજીક આવતા જાય છે તેમ તેમ (આવા પ્રમાદી મનુષ્યોને) દુઃખ વધતું જાય છે. (ગા. ૭ થી ૯)
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org