________________
૩૬
ઉપોદ્ઘાત
પાપકર્મનું બંધન ન થાય.”
જીવન-ક્રમ તો ચલાવ્યા સિવાય છૂટકો જ નથી પરંતુ તે ક્રમમાં ક્ષણે ક્ષણે વિવેક આવે તો જાગરૂકતા પણ અવશ્ય આવે; જાગરૂકતા આવેતો સારા-નરસાનું જ્ઞાન પણ આવે અને આવા જ્ઞાનથી માણસ પાપ કરતાં અટકે.
આવું જ્ઞાન મેળવવા તત્ત્વજ્ઞોએ પાંચ “સમિતિઓ અને ત્રણ “ગુપ્તિઓની રચના કરી જેનું વિવેકપૂર્વક પાલન થાય તો જિનેશ્વરના સમગ્ર ઉપદેશનો તેમાં સમાવેશ થાય છે, તેથી તેને માતાની ઉપમા આપી છે.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન સૂત્રના ચોવીસમા અધ્યાયમાં આપેલ છે. તે મુખ્યત્વે ભિક્ષુને માટે છે પરંતુ સંજોગો પ્રમાણે ગૃહસ્થોને પણ લાગુ પડે છે.
જૈન તત્ત્વજ્ઞોએ ભિક્ષુઓ માટે અને ગૃહસ્થો માટે જુદા જુદા નિયમો નથી કર્યા પરંતુ ગૃહસ્થ ધર્મને અનુલક્ષીને જે નિયમો ભિક્ષુઓ માટે લાગુ કર્યા તેજ નિયમોમાં ઢીલ આપી છે.
જૈન તત્ત્વજ્ઞાનની આ રૂપરેખા છે, જે સમજયા બાદ ભગવાનનો અંતિમ ઉપદેશ ‘ઉત્તરાધ્યયન'નો સાર જે અહીં આપવામાં આવેલ છે તે સમજવાનું વધુ સરળ થશે.
ઉપર કહ્યું તેમ ‘ઉત્તરાધ્યયન' જેમ વિશેષ લોકભોગ્ય બને તેમ કરવાનો આ નમ્ર પ્રયત્ન છે. તે કેટલો સફળ થયો છે તે તો ફક્ત સુજ્ઞ વાચકો જ કહી શકશે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org