________________
૧૧૨
અધ્યયન-૨૬
(૧) વેદનાનું ઉપશમ કરવા, (ર) ગુરૂ માટે ગોચરી કરવા, (૩) ઈર્ષા સમિતિ (ચાલવામાં કાળજી) બરાબર પળાય તે માટે, (૪) સંયમના નિર્વાહ માટે, (૫) જીવન ટકાવવા અર્થે, (૬) ધર્મધ્યાન કરી શકાય તે માટે.
નીચેના છ કારણોસર સાધુ ગોચરીએ ન જાય તો તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું ન કહેવાય :
(૧) બીમારીને કારણે, (૨) કોઈ ઉપસર્ગ (વિપ્ન)ને કારણે, (૩) બ્રહ્મચર્ય કે મન-વચન અને કાયાના કોઈ નિયમને કારણે, (૪) જીવદયા અર્થે, (૫) તપ અર્થે, (૬) સંલ્લેખના અર્થે. (ગા. ૩૦ થી ૩૫)
ચોથી પૌરૂષીના છેલ્લા ભાગમાં ગુરૂને વંદના કરી પ્રતિક્રમણ કરી મળમુત્રાદિ નાંખવાની જગયા તપાસવી અને ત્યારબાદ કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરવો. ત્યારબાદ દિવસ દરમ્યાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે જે અતિચાર (દોષ) લાગ્યા હોય તેનું ચિંતન કરી તેની ગુરૂ પાસે કબુલાત કરવી. (ગા. ૩૮ થી ૪૧)
રાત્રે પૌરૂષીમાં સ્વાધ્યાય કરતી વખતે બીજાઓને નિદ્રામાં ખલેલ ન પહોચે તેનું ધ્યાન રાખવું. રાત્રીની ચોથી પૌરૂષીના અંત ભાગમાં રાત્રી દરમ્યાન દર્શન, જ્ઞાન અને ચારિત્ર ને તપને લગતા જે દોષ થયા હોય તે યાદ કરી ગુરૂ પાસે કબુલાત કરવી અને પ્રતિક્રમણ કરવું. બાદમાં વિચારવું કે હવે કયા પ્રકારનું તપ કરીશ. બાદમાં સિદ્ધ પુરૂષોની સ્તુતિ કરવી. (ગા. ૪૫ થી પર)
આ પ્રકારની સમાચારી કરવાથી સંસાર સાગર તરી શકાય છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org