________________
અધ્યયન-૨૭
૧૧૩
ગળીઓ બળદ
નોંધ : કુશિષ્યો આજના જમાનામાં જ હોય છે તેવું નથી. જુના જમાનામાં પણ હતા અને તે ગળીયા બદળ જેવા કેવી રીતે હોય તે અહીં બતાવ્યું છે. શિષ્ય તેવા ન થવાનો ઉપદેશ છે.
અધ્યયન ર૭ : ખલુંકીય
અધ્યયન સાર
ગર્ગ નામના એક શાસ્ત્રવિશારદ અને મોટા શિષ્ય વૃંદવાળા ગણધર હતા. પોતાના શિષ્યોથી કંટાળીને તે વિચારવા લાગ્યા.
જેમ સારા બળદવાળા વાહનમાં બેસી વટેમાર્ગ જંગલ પાર કરી જાય છે તેમ યોગરૂપી વાહનમાં બેસનાર ગુરૂ-શિષ્ય સંસાર સમુદ્રને પાર કરી જાય છે. પરંતુ જો વાહન ખેંચનાર બળદ જ ગળીઓ હોય તો તેને પરોણો ભાંગે ત્યાં સુધી મારીને ચલાવો તો પણ તે આડે માર્ગે ચડી જાય છે, કાંતો પાસાભેર પડી નીય, અગર બેસી જાય. અગર ઠેકડા મારે, ગુસ્સે થઈ પાછો ફરે અગર મરી ગયો હોય તેમ સ્થિર ઉભો રહે અગર દોડવા લાગે વગેરે તોફાનો કરે અને પલાયન પણ કરી જાય. (ગા. ૧ થી ૭).
ખાસ તે રીતે જ મારા કુશિષ્યો વર્તન કરે છે. તેમાંના કોઈને ઋદ્ધિનો વર્ગ છે તો કોઈક રસલોલુપ છે, કોઈ શાતા-ગર્વિત હોય છે તો કોઈ કોપી હોય છે. કોઈ ભિક્ષા લેવા જવાના આળસુ હોય છે તો કોઈ અપમાનથી ડરીને બીિ રહે છે. આવા શિષ્યો ગુરૂના શિક્ષણમાં દોષ કાઢે છે અને તેમાં ખોટી કલ્પિત મુશ્કેલીઓ કાઢી બતાવે છે. કોઈ ગૃહસ્થને ત્યાં અહારાદિ વહોરવા ગુરૂ મોકલે તો “તે શ્રાવિકા મને ઓળખતી નથી'', “તે ઘરેથી બહાર ગઈ હશે” વગેરે પ્રકારના બહાના કાઢે છે. કોઈ તેમને બતાવેલ કામ કરતા નથી અને પોતાને ફાવે ત્યાં ભટક્યા કરે છે. કોઈ તો એવા છે કે તેને શાસ્ત્રાભ્યાસ કરવ્યો, સમ્યક ધારણ કરાવ્યું, ખાનપાનથી તેમનું પોષણ કર્યું, પછી હંસના બચ્ચાને પાંખો આવવાથી તે ઉડી જાય છે તેમ (ગુરૂનો ત્યાગ કરી) દસે દિશામાં યોચ્છ વિહાર કરે છે. આવા ગળીઆ બળદ જેવા દુષ્ટ શિષ્યોનું મારે શું કરવું? (ગા. ૮ થી ૧૫)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org