________________
અધ્યયન-૨૬
તે નીચે પ્રમાણે છે :
ભિક્ષુની દિનચર્યા
અધ્યયન ૨૬ ; સમાચારી
સમાચારી એટલે શુદ્ધ આચાર. ભગવાને દસ પ્રકારની સમાચારી કહી છે.
(૧) આવશ્યકી : કોઈ જરૂરના કામ માટે ઉપાશ્રયની બહાર જવું. (૨) નૈષેધિકી : બહારથી આવી ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૩) આપૃચ્છતા ઃ પોતાને ક૨વાના કાર્યોમાં ગુરૂની આજ્ઞા માંગવી. (૪) પ્રતિપૃચ્છતા : અન્યના કાર્ય માટે ગુરૂની આજ્ઞા લેવી.
(૫) છંદના : પોતાની પાસે અન્ન, પાણી વગેરે હોય તે બીજા સાધુને આપવું. (૬) ઈચ્છાકાર : ‘આપની ઈચ્છા હોય તેમ કરું' તેમ કહી બીજાનું કામ કરવું. (૭) મિથ્યાકાર : પોતાની ભૂલ થઈ હોય તો તે કબુલી ‘મિચ્છામીદુકંડ’ કરવું. (૮) તથાકાર : ગુરૂ કાંઈ કામ કહે તો ‘તથાસ્તુ' કહી સ્વીકારવું. (૯) અભ્યસ્થાન : ગુરૂના આદેશોમાં કાર્યરત રહેવું.
(૧૦) ઉપસંપદા : જ્ઞાનાદિ મેળવવા અન્ય આચાર્યો પાસે જવું. (ગા. ૧ થી ૭)
ભિક્ષુએ દિવસ તથા રાત્રીના ચાર ભાગ (પૌરૂષી) પાડવા અને નીચે મુજબ તેમાં કાર્યો કરવા. પ્રથમ ભાગમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન અને ત્રીજામાં ભિક્ષા અને ચોથામાં સ્વાધ્યાય. તે પ્રમાણે દિવસના.
Jain Education International 2010_03
રાત્રે સ્વાધ્યાય, ધ્યાન, નિદ્રા અને સ્વાધ્યાય.
પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતાં પહેલાં બધા વસ્ત્રો, મુહપત્તી, ગુચ્છો વગેરે તપાસી જીવજંતુ હોય તો તે કાળજીથી દૂર કરવા. (આ તપાસ પણ અત્યંત કાળજીથી જીવરક્ષા કેવી રીતે કરવી તેની ઝીણી વિગતો અહીં નથી આપી તેમજ ‘પૌરૂષી’ના ભાગ કેવી રીતે પાડવા તેની બારીક વિગતો પણ અહીં નથી આપી). ભિક્ષુએ ગાચરી (ભિક્ષા) કેવી રીતે કરવી તે બાબત કહ્યું છે કે નીચેના પૈકી એકાદ કારણસર આહાર પાણી લેવા જવું.
૧૧૧
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org