________________
૧૧૦
અધ્યયન-૨
(૧૨) બીજાની ક્રૂર અને કટુ વાણી સાંભળી મન રહેવું.
(૧૩) ભિક્ષુને કોઈ મારે તો ક્રોધ ન કરવો. ‘જીવનો નાશ નથી તે યાદ રાખવું.
(૧૪) ભિક્ષુએ આવશ્યક વસ્તુ માટે ભિક્ષા માંગવી પડે તે વાત કષ્ટદાયક છે પરંતુ તેથી ગૃહસ્થ જીવન સારું છે તેમ ન માનવું.
(૧૫) વધ્યા-ઘટ્યા અન્નની જ ભિક્ષા લેવાની હોય છે. પરંતુ તે પણ મળે નહીં ત્યારે નિરાશ નહીં થતાં “આજે નહીં તો કાલે' તેમ માનવું.
(૧૬) રોગ આવે તો તે કર્મ-ફળ છે તેમ માની પોતાને માટે કાંઈ પણ કરવું કે કરાવવું નહીં.
(૧૭) કઠોર સ્પર્શવાળા તૃણ ઉપર સૂતી વખતે શરીરે પીડા થાય ત્યારે પણ કઠોર સ્પર્શને સહન કરવો.
(૧૮) ઉનાળામાં શરીરે પ્રસ્વેદ થાય અને મેલ-રજથી શરીર ખરડાય તો તે પણ સહન કરવું. આવા પરિષહો તો મૃત્યુ સુધી રહેવાના.
(૧૯) ગૃહસ્થો તરફથી આદરસત્કારની અપેક્ષા ન રાખવી અગર તેવો સત્કાર પામનાર બીજા સાધુની ઈર્ષા ન કરવી.
(૨૦) પોતાનામાં વિશેષ જ્ઞાન ન હોય તો ખિન્ન થવું નહીં પરંતુ વિચારવું કે આ જ્ઞાનાવરણીય કર્મનું ફળ હોઈ શકે.
(ર૧) મેં મૈથુનનો ત્યાગ કરેલ છે, હું તપ કરું છું, સિદ્ધાંત ભણું છું છતાં ધર્મનો સ્વભાવ બરાબર જાણી શકતો નથી. તેમજ
(રર) “પરલોક નથી”, “તપથી તો સિદ્ધિ થતી નથી', “જિનો હતા નહીં, છે નહીં અને થશે પણ નહીં આવું ચિંતન કરવું નહીં.
ઉપર પ્રમાણેના પરિષદો ધીરજવાન સાધુએ સહન કરી સંયમનો ભંગ કરવો નહીં. (ગા. ૧ થી ૪૦)
ઉત્તરાચિયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org