________________
ઉપોદ્ઘાત
આ કસોટી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે यादृशी भावना यस्य सिद्धिर्भवती तादृशी ।”
૨૨
કર્મના પ્રકારો
જૈન દાર્શનિકોએ કર્મના ૪૮ પ્રકારો વર્ણવ્યા છે, પરંતુ તેમાંના મુખ્ય તો આઠ છે જેનો નિર્દેશ અહીં કરીશું. આ આઠ છે : (૧) દર્શનાવરણીય, (૨) જ્ઞાનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આમાંના પ્રથમ ચાર ‘ઘાતી કર્મ’ કહેવાય છે, અને છેલ્લાં ચાર ‘અઘાતી’: કહેવાય છે. ‘ધાતી’ એટલે જે આત્મિક પ્રગતિનો ધાત કરવાવાળા છે અને છેલ્લાં ચાર ‘અઘાતી’ છે કારણ કે માનવ શરીર છે ત્યાં સુધી તેની સાથે જ જોડાયેલા છે, પરંતુ થાતી કર્મોનો નાશ થયા બાદ આ અધાતી કર્મો શરીરના છુટવાની સાથે જ છુટી જાય છે.
પ્રથમના બે જાતના કર્મો વ્યક્તિના દર્શન અને જ્ઞાનનું આવરણ કરે છે. દર્શન એટલે શ્રદ્ધાપૂર્વકની ઝાંખી. સિદ્ધિ પ્રાપ્ત થયેલ વ્યક્તિએ કરેલ વાત સાચી છે તેવી શ્રદ્ધા હોય પરંતુ તે કેવી રીતે સાચી છે, તેની પાછળનો તર્ક શું છે, મને તે કેટલી ઉપયોગી છે વગેરેનો બોધ ન હોય ત્યારે ફક્ત ‘દર્શન’ની ભૂમિકા છે. પરંતુ જિજ્ઞાસુ સાધકને ફક્ત આટલાથી જ સંતોષ નથી થતો તેથી તે તત્ત્વનો ઉંડો અભ્યાસ કરવા પ્રેરાય છે અને તે અભ્યાસ કરે છે ત્યારે ‘જ્ઞાન’ની ભૂમિકામાં પ્રવેશ કરે છે.
આથી પ્રથમના બે પ્રકારના કર્મો વ્યક્તિની દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિનું આવરણ કરે છે. દર્શનનું આવરણ હોય તેને કોઈ પણ સત્પુરૂષ ૫૨ શ્રદ્ધા બેસતી નથી અને તેના વચનોની સમીક્ષા કરવાનું મન પણ થતું નથી. સંસારની ભૌતિક વસ્તુઓમાં તેના મનનું રટણ એટલું તીવ્ર હોય છે કે સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે, અને તત્ત્વની વાતો તેને મન ખાલી બકવાસ જ છે. આવી વ્યક્તિ અહથી ભરપૂર હોય છે અને જીવનના અંત સુધી વિષમતાઓથી ઘેરાયેલ રહી અસંતોષમાં જ મૃત્યુને ભેટે છે.
જે કર્મો જ્ઞાનાવરણીય છે તે સંબંધિત વ્યક્તિને તત્ત્વના ઉંડાણમાં જઈ તેને
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org