________________
ઉપોદ્ઘાત
બૌદ્ધિક સ્તરે જતાં અટકાવે છે. બુદ્ધિજીવી વર્ગને ફક્ત શ્રદ્ધાથી જીવન ચલાવવું ગમતું નથી. તેથી જ્ઞાનના આવરણને દૂર કરવાનો તે પ્રયત્ન કરે તો વધતે ઓછે અંશે જરૂર સફળ થાય અને તે સફળતા જેટલે અંશે પ્રાપ્ત થાય તેટલે અંશે તત્ત્વના રહસ્યને પામી શકે છે.
વેદનીય કર્મ વ્યક્તિને શારીરિક કે માનસિક વેદના ઉત્પન્ન કરે છે. આ જીવન કે અગાઉના કોઈ જીવનમાં બીજા જીવોને વેદના ઉત્પન્ન થાય તેવા કર્મો કર્યા હોય તો તેના ફળસ્વરૂપ આપણે પણ કોઈ ને કોઈ પ્રકારની વેદના સહન કરવાની આવે જ. દોષ દેવાને બદલે આ મારા જ કર્મનું ફળ છે માટે મારે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ તેવું સમજી સમતાભાવે તે વેદના સહન કરીએ તો આવા કર્મની નિર્જરા થઈ શકે છે એટલે કે તેના ફળ ફરી ભોગવવાના રહેતા નથી. પરંતુ તેવી સમતા ન રહી શકે તો ઉદય આવેલ કર્મના ફળ તો ભોગવવા જ પડે તેટલું જ નહીં પરંતુ નવા કર્મોનું ઉપાર્જન થાય.
મોહનીય કર્મ સંપૂર્ણ રીતે મોહ જનિત છે અને દરેક પ્રકારના કર્મોમાં અગ્રેસર છે. મનુષ્ય જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તો જણાશે કે જીવનના નવાણું ટકા કાર્યો મોહ નિત હોય છે. પછી તે મોહ ઐશ્વર્યનો હોય, સત્તાનો હોય, કુટુંબ પરિવારનો હોય, સાંપ્રદાયિક હોય કે કોઈ વિચારશ્રેણી કે કોઈ આદર્શ પ્રત્યેનો હોય. ‘મોહ’ શબ્દ ‘મુ' ધાતુમાંથી બન્યો છે. ‘મુ’ એટલે ‘મૂર્છા’. મોહ માત્ર મૂર્છિત દશા ઉત્પન્ન કરે છે અને બુદ્ધિને તટસ્થ તેમજ સ્વતંત્ર દશામાં વિચાર કરતા અટકાવે છે.
આવો ‘મોહ’ તીર્થંકરો માટે કે ‘મોક્ષ'ની સ્થિતિ માટે હોય તો તે પણ શુદ્ધ સાન - કૈવલ્યની પ્રાપ્તિ માટે બાધક છે.આ અંગેનું એક સુંદર દૃષ્ટાંત ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય ગૌતમના જીવનનું છે. ભગવાનના સૂત્રો ભગવાનના શ્રીમુખેથી પ્રથમ મેળવવાનું સદ્ભાગ્ય શ્રી ગૌતમનું જ હતું. ભગવાનના નિર્વાણના સમાચાર ગૌતમને મળ્યા ત્યારે તેમને અત્યંત શોક થયો. કેમકે ભગવાન પ્રત્યે તેમને અનહદ પ્રેમ-ભક્તિ હતા. તેમણે જોયું કે ભગવાનના નિર્વાણ સમયે ઘણા શ્રાવકોને કૈવલ્ય પ્રાપ્ત થયું હતું પરંતુ તેમને પોતાને નહોતું થયું. ભગવાનના ઉપદેશના પ્રથમ શ્રાવક અને પટ્ટ શિષ્ય તો તેઓ જ હતા છતાં અને ભગવાનની અતિ નિકટ પણ તેઓ જ
Jain Education International 2010_03
૨૩
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org