________________
ઉપોદ્ઘાત
હતાં છતાં ભગવાનની હયાતી દરમ્યાન તેઓ કૈવલ્યને પામી શક્યા નહીં તો હવે પછી કેવી રીતે પામી શકશે તે વિચારે તેઓ વધુ વ્યાકુળ બન્યા. આથી સંદેશવાહકને તેમણે પુછ્યું કે ભગવાને મારા માટે કોઈ સંદેશ આપ્યો છે? જવાબ મળ્યો કે ભગવાનનો આદેશ હતો કે ગૌતમને કહેજો કે ગૌતમ ! મારા પ્રત્યેનો મોહ તે ‘મોહ’ જ છે તેથી તેનો પણ ત્યાગ કરવો ઈષ્ટ છે !! ભગવાનના જીવન દરમ્યાન પણ તેમનો ઉપદેશ આ રીતનો જ હતો તે વાતની ગૌતમને યાદ આવી અને ગૌતમનું મનોમંથન તથા આત્મનિરીક્ષણ શરૂ થયું અને તેમને પણ કૈવલ્યની પ્રાપ્તિ થઈ.
મોહ અને પ્રેમ તે બંને ભિન્ન વસ્તુઓ છે. એક મૂર્છિત દશાનું અને બીજું જાગૃત દશાનું પરિણામ છે. એક અપેક્ષા મિશ્રિત છે તેથી વિષાદજન્ય છે જ્યારે બીજું અનપેક્ષિત અને સહજ છે, જેમાં વિષાદને કોઈ સ્થાન નથી.
૨૪
ચાર ધાતી કર્મોનું આ વિશ્લેષણ છે. બાકીના ચાર જે અધાતી છે તે શરીરની સાથે જ રહે છે, તેની નિર્જરા સરળ છે અને બહુધા શરીરની સાથે જ નાશ પામે છે.
કર્મ મુક્તિના ઉપાયો
કર્મ બંધનના કારણો સમજવામાં જ તેની મુક્તિના ઉપાયો સમજી શકાય તેમ છે. પરંતુ જૈન તત્ત્વજ્ઞોએ બે મુખ્ય ઉપાયો દર્શાવ્યા છે. કર્મ મુક્તિ માટેનો શબ્દ ‘નિર્જરા’ છે. આ નિર્જરાના બે પ્રકાર ગણાવ્યા છે : ૧. સકામ અને ૨. અકામ. ‘સકામ’ એટલે ઈરાદાપૂર્વક અને પ્રયત્નપૂર્વકની અને અકામ એટલે ઉદય આવેલ કર્મોને સહજભાવે સહન કરી લેવાની પદ્ધતિ આ રીતે સહન કરવાથી કર્મની ગતિ અટકે છે.
સકામ નિર્જરા કર્મો ખતમ કરવાની ઈચ્છાથી તપશ્ચર્યાના માર્ગે થઈ શકે. આ તપશ્ચર્યાનો માર્ગ જૈનોમાં ઘણો જાણીતો છે. પરંતુ ખરી તપશ્ચર્યા કોને કેવાય તેની સ્પષ્ટતાની ખાસ જરૂર છે. ખરી તપશ્ચર્યા કર્મ બંધનોને તોડવાના હેતુથી જ થવી જોઈએ. તેનો કોઈ ઢંઢેરો ન હોય, કે તેની પાછળ કીર્તિ કમાવાની ભાવના ન હોવી જોઈએ તેમજ તેની કોઈ ઉજવણી પણ ન હોય. તે તપસ્યા આધ્યાત્મિક ઉન્નતિ માટેની જ હોય. નર્યું દેહદમન કરવાથી કોઈ નિર્જરા શક્ય નથી, કેમકે તેવા
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org