________________
ઉપોદ્ઘાત
દેહદમનની કિંમત શારીરિક કસરતથી વિશેષ નથી. દશવૈકાલિક અને ભગવતી સૂત્રોનો આધાર લઈને પંડિત સુખલાલજી લખે છે, ‘“ખુદ મહાવીર અને એમનો ઉપદેશ માનવાવાળી સમગ્ર નિથ પરંપરાનું સાહિત્ય એ બંને એકી અવાજે એમ કહે છે કે દેહ દમન કે કાર્યકલેશ ગમે તેટલું ઉગ્ર કેમ ન હોય, પણ જો એનો ઉપયોગ આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તકલેશના નિવારણ માટે ન થાય તો એ દેહદમન અને કાયકલેશ નકામા છે.’
તપશ્ચર્યા
આત્મશુદ્ધિની આ જરૂરિયાત લક્ષ્યમાં રાખીને ભગવાને તપશ્ચર્યાના બે પ્રકાર પાડ્યા. જેમકે, (૧) અત્યંતર તપ અને (૨) બાહ્ય તપ.
અત્યંતર : અત્યંતર તપ આંતર શુદ્ધિ ઉપરવજન આપે છે કારણ કે જ્યાં સુધી માણસના અંતર-મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી બાહ્ય તપની કોઈ કિંમત નથી. આથી વિદ્યુતવર્ય આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું કે નિર્ઝારને વાદ્યાત્ શ્રેષ્ઠ અન્વંતર તવઃ। અર્થાત્, કર્મની નિર્જરા કરવી હોય તો બાહ્ય તપ કરતાં ‘અત્યંતર તપ' શ્રેષ્ઠ છે.
તો પ્રશ્ન એ ઉભો થાય છે કે અત્યંતર તપ કરવા શું શું કરવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ અત્યંતર તપના પ્રકારો શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યા છે તેમાંથી મળી રહે છે. આ પ્રકારો નીચે મુજબ છે.
(૧) પ્રાયશ્ચિત : જાણીને કે અજાણતા જે માનસિક અગર શારીરિક સ્ખલનો
:
થયા હોય તેનું અન્વેષણ કરી તે ફરી થવા પામે નહીં તેની તકેદારી.
(૨) વિનય : જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે માન.
૨૫
(૩) વૈયાવૃત્ય : સંતોની સેવા.
(૪) સ્વાધ્યાય : આત્મોન્નતિ થાય તેવું વાચન, મનન અને ચિંતન. (૫) વ્યુત્સર્ગ : અહંકાર અને ભૌતિક સંબંધો તથા વસ્તુઓમાં મારાપણાની ભાવનાનો ત્યાગ.
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org