________________
ઉપોદ્ઘાત
૨૧
હોય તો પરિણામ એ આવે કે જો કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિનું ખૂન કરવાનો વિચાર કર્યો હોય અને તે અંગેની માનસિક તૈયારી કરી હોય પરંતુ તેનો અમલ ન કર્યો હોય તો તેની માનસિક તૈયારી થઈ તે માટે તેને કોઈ ફળ ભોગવવું પડે નહિ કેમકે માનસિક “ભાવો' ઉઠે તે ‘કર્મની વ્યાખ્યામાં આવે નહીં. મહાવીર આ તર્ક સાથે સહમત નહોતા. તેમની માન્યતા પ્રમાણે આપણા મનમાં ઉત્પન્ન થતા રાગ-દ્વેષના ભાવો જ “કર્મ' છે. આવા ભાવો આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુઓને આકર્ષે છે. એક વૈજ્ઞાનિક માન્યતા એવી છે કે ઈન્દ્રિયોથી સ્પર્શ કરી શકાય તેવી પૂળ વસ્તુઓથી માંડીને સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓ કે જે દષ્ટિગોચર પણ નથી તે અંતતઃ તો ઉર્જાના સતત ફેલાઈ રહેલ કિરણો જ છે. જે પદાર્થ ઘન સ્વરૂપે અને સ્થળ આકારનો દેખાય છે તે બીજું કાંઈ નથી, ફક્ત ઉર્જાકિરણોની ઘનતા માત્ર જ છે. આવી વૈજ્ઞાનિક શોધ અતિ મહત્ત્વની છે અને તે બરાબર હોય તો વિવિધ તાત્વિક માન્યતાઓને પુષ્ટિ મળે છે. પુદ્ગલો વિષેની જૈન માન્યતા એવી છેકે આ લોકના સમગ્ર અવકાશમાં સત્ અને અસત, શુભ અને અશુભ તત્ત્વોની ઉર્જા ઠાંસોઠાંસ ભરેલ જ છે. આપણામાં પણ તેવી જ ઉર્જા છે. આપણી ચિત્ત-શક્તિથી આપણામાં રહેલ શુભ કે અશુભ ઉર્જા શક્તિને આપણે ઉત્તેજિત કરીએ છીએ ત્યારે બહાર અવકાશમાં રહેલ તે જ પ્રકારની શક્તિ આકર્ષાય છે અને તેને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. આ પ્રકારનું વિશિષ્ટ રૂપ જ કર્મ બંધન કરે છે. આથી આપણા મનમાં ઉઠતા ભાવો જ કર્મ બંધનનું કારણ બને છે. આ ભાવો જ્યારે કાર્યરત થઈ તેનું અમલીકરણ થાય છે ત્યારે કર્મ-બંધ વધુ મજબૂત બને છે. પરંતુ “ભાવ” ફરી જાય ત્યારે, અગર તો કોઈ કારણસર તેનું અમલીકરણ થાય નહીં ત્યારે તે કર્મ-બંધ નબળું અગર નહીવત બને છે. મહાવીર અને જામાલી વચ્ચેના આ મતભેદ બાબતમાં, ડૉ. કાર્લ યંગ જેવા આધુનિક મનોવૈજ્ઞાનિકોનો ટેકો શ્રી મહાવીરના મતને મળે છે. ડો. યંગ મહાવીરના ભાવ-કર્મને ‘Personal unconscious' નામ આપે છે. ગીતાજીનો નિષ્કામ કર્મનો જે સિદ્ધાંત છે તે આ “ભાવ-કર્મના સિદ્ધાંતને અનુરૂપ છે. પં. સુખલાલજી આ બાબતમાં લખે છેઃ “પુણ્યબંધ કે પાપબંધની સાચી કસોટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાનો ઈરાદો જ છે. પુણ્ય પાપની -- .
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org