________________
ઉપોદ્ઘાત
કહે છે અને જે “પાપ' કર્મ કરતાં “પુણ્ય' ઉપાર્જીત થાય તેને “પુણ્યાનુબંધી’ પાપ કહે છે. (દા.ત. કોઈ નિર્દોષ વ્યક્તિની વહારે જતાં હિંસા કરવાની જરૂર ઉભી થાય.) આ રીતે પુણ્ય-પાપનો ચક્રાવો ચાલ્યા જ કરે તો “જીવ' કર્મ બંધનથી મુક્ત ક્યારે થાય તેવો પ્રશ્ન સહેજે ઉભો થાય, કારણ કે “જીવ' સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે પાપનું બંધન તો ન હોય, પરંતુ પુણ્ય કર્મનું બંધન પણ ન હોય. બંને બંધનો સાંકળ રૂપ છે.
ભાવકર્મ
ઉપરના પ્રશ્નનો જવાબ એ છે કે સારા નરસા કર્મનું બંધન ત્યારે જ થાય છે જ્યારે તે સકામ વૃત્તિથી થયું હોય. આપણા સત્કાર્યો પણ સાહજિક રીતે નહીં પરંતુ કાંઈક પ્રાપ્ત કરવાના ઈરાદાથી થયા હોય તો તે કાર્યનું ફળ તો જરૂર મળે પણ તેનું બંધન તો થાય જ, તેનું ફળ ભોગવવું પડે અને તે ભોગવતા ભોગવતા નવા કર્મનું બંધન ઉત્પન્ન થવાનો સંભવ રહે. આથી જૈન તત્ત્વજ્ઞોએ કોઈ પણ કાર્ય પાછળના ‘ભાવ'ને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. તેને “ભાવકર્મ' કહે છે. આથી કોઈ કાર્ય આચરણમાં ન મૂકી શક્યા હોઈએ પરંતુ તે કાર્ય કરવાના “ભાવ” કર્યા હોય તો તે ભાવકર્મનું બંધન થાય.
ભગવાન મહાવીરના જીવનમાં એક પ્રસંગ બન્યો છે આ ભાવકર્મનો સિદ્ધાંત સમજવામાં ઉપયોગી થશે. મહાવીરના સાંસારિક સંબંધે થતાં જમાઈ શ્રી જામાલીએ પણ મહાવીરના શિષ્ય તરીકે દીક્ષા લીધેલ. એક વખત તેઓ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા હતા ત્યારે અસ્વસ્થ તબિયતને કારણે તેમણે શિષ્યોને પોતાને સૂવા માટે પથારી કરવાનું કહ્યું. શિષ્યોએ પથારીની માનસિક તૈયારી કરતાં જાહેર કર્યું કે પથારી થાય છે. હકીકતે તેઓ ફક્ત માનસિક તૈયારીમાં જ હતા. જામાલીને વિચાર આવ્યો કે હજુ તો પથારી કરવાનું શરૂ નથી કર્યું, તે કરવા માટેનો વિચાર જ થયો છે તેથી પથારી થાય છે તેમ કેવી રીતે કહી શકાય? આ ઉપરથી તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે કોઈ પણ કામ પૂરું થયા બાદ જ તે કામ “થયું ગણાય અને તે રીતે કામ પૂરું થયું ન હોય તો તેનું ફળ ભોગવવાનું રહે નહીં. તેમનો આ તર્ક સાચો
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org