________________
અધ્યયન-૧૪
સંસારની નિઃસારતા
નોંધ : જીવન અને મૃત્યુના વિશિષ્ટ સ્વરૂપો જણાવ્યા બાદ સંસારના પ્રલોભનો કેટલા નિ:સાર છે તે આ અધ્યાયની દ્દામાં જણાવેલ છે. ક્યાના પાત્રો છે દેવ યોનીમાંથી ઉતરી આવેલ છે જીવો જે ઈપુકાર નામના નગરમાં જન્મે છે. તેમાંના બે આ નગરના રાજા રાણી થાય છે, ને તેજ નગરના પુરોહિત અને તેના પત્ની થાય છે અને બે પુરોહિતના પુત્રો થાય છે. પુરોહિત પુત્રોને પૂર્વ ભવના યોગ સંસ્કારો જાગૃત થાય છે અને સંસાર ત્યાગી દીક્ષાના ભાવ થાય છે ત્યારે પિતા-પુત્રો વચ્ચેનો સંવાદ થાય છે તે સંસારની નિ:સસારતા કેવી રીતે છે તે સમજવા ઘણો અગત્યનો છે. છેવટે આ છ જીવો સંસાર ત્યાગી સંયમ માર્ગને અંગીકાર ક્રે છે. (ગા. ૧ થી ૭)
અધ્યયન ૧૪: ઈષકાર નગરના દેવો (ઈર્ષાકરીય)
પુરોહિત પિતા બંને પુત્રોને સંસારનો ત્યાગ નહીં કરવા સમજાવતા કહે છે, હે પુત્રો! વેદને જાણનાર પંડિતો એમ કહે છે કે અપુત્રને પરલોકની પ્રાપ્તિ થતી નથી માટે વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, લગ્ન કરી સંસાર ભોગવો અને પછી ખુશીથી અરણ્યમાં જઈ મુનિવ્રત સ્વીકારો.” (ગા. ૮-૯)
પુત્રોઃ “પિતાજી, ફક્ત વેદપઠનથી સંસાર તરી શકાતો નથી. બ્રાહ્મણો એક અંધારામાંથી બીજા અંધારામાં લઈ જાય છે. પુત્રો નરકથી બચાવી શકતા નથી અને કામભોગ તો ક્ષણિક સુખને જ આપી શકે છે. “મારી પાસે આ વસ્તુ છે અને આ વસ્તુ નથી, આમ કરવું છે અને આમ નથી કરવું તેવી વાતોમાં જીવન ગુમાવી છેવટે કાળ-મૃત્યુ તેને ઢસડી જાય છે અને આવા પ્રમાદમાં જ જીવન પૂરું થાય છે.” (ગા. ૧૦ થી ૧૫)
પિતા : “હે પુત્રો, જેમ કાષ્ટ્રમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ રહેલ છે તેમ શરીરમાં આત્મા રહે છે, જે શરીરની સાથે જ નાશ પામે છે માટે શરીરથી ભોગવાય તેટલું ભોગવો). (ગા. ૧૮)
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org