________________
અધ્યયન-૫
માત્ર મૃગચર્મ, નગ્નતા, જટા રાખવાથી, કંથા ધારણ કરવાથી કે માથું મુંડાવવાથી કોઈ સાધુ દુર્ગતિથી બચી શકતો નથી. પણ પવિત્ર વર્તન રાખનાર સાધુ હોય કે સંસારી હોય તે સ્વર્ગે જાય છે. (ગા. ૨૧-૨૨)
तेसिं सोच्चा सपुज्जाणं सजयाणं बुसीमओ । न संतसंति मरणंते सीलवंता बहुस्सुया || (२९)
જે પુજ્ય પુરૂષો પોતાના આત્માને વશ રાખી સંયમ પાળે છે તેમની પાસેથી આ બોધ પામ્યા પછી શીલવંત પુરૂષો મરણકાળે ભય પામતા નથી. (ગા. ર૯)
तुलिया विसेस मादाय दयाधम्मस्स रचंतिओ । विप्पसीइज्ज मेहावी तहासूओण अप्पणो ।। (३०)
બુદ્ધિવાન પુરૂષ આ (સકામ અને અકામ) મરણનો તોલ કરીને, દયા, ધર્મ, ક્ષમા આદિ આદરે તો તે મરણકાળે પોતાના આત્માને શાંત અને ક્ષમાશીલ રાખી શકે છે. (ગા. ૩૦)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
WWW.jainelibrary.org