________________
અધ્યયન-૫
મૃત્યુનું મહત્ત્વ
નોંધ : ધર્મમય જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અધ્યયન-૩માં જોયું. હવે મૃત્યુ કેવું હોવું જોઈએ તે આ અધ્યયનમાં ધે છે.
અધ્યયન ૫ : અક્ષમ મરણીય – મૃત્યુ
મુમુક્ષુને પ્રજ્ઞાવાન શ્રી તીર્થકરે કહ્યું : મનુષ્ય જીવ મરણાવસ્થાને બે પ્રકારે પ્રાપ્ત થાય છે : (૧) અકામ મરણ અને (ર) સકામ મરણ. વિવેકરહિત મનુષ્યને અકામ મરણ વારંવાર પ્રાપ્ત થાય છે, પરંતુ ધાર્મિક મનુષ્યને સકામ મરણ એક જ વાર પ્રાપ્ત થાય છે. (ગા. ૧-૨)
જે મનુષ્ય કામભોગને વિષે આસક્તિ રાખે છે, જે એમ માને છે કે પરલોક તો મેં જોયું નથી પરંતુ વિષયોનું સુખ તો પ્રત્યક્ષ દેખાય છે, બીજાનું થશે તે મારું થશે, જે મૂર્ખ હિંસા, અસત્ય, કપટ, નિંદા, રાગદ્વેષ વગેરેમાં રહીને પાપ કર્મો બાંધ્યા કરે છે તે જેમ અળસિયા માટી ભેગી કરી, માટીમાં રહી માટીમાં જ સૂકાઈને મરે છે તેમ પાપમાં જ રહી મરે છે, અને છેવટે પસ્તાય છે. જેવી રીતે રાજમાર્ગ છોડીને ખાડા-ટેકરાવાળે રસ્તે ગાડું હાંકનારના ગાડાની ધરી ભાંગે છે ત્યારે પસ્તાવો કરે છે. (ગા. ૩ થી ૧૬) આવા મનુષ્યનું મરણ “અકામ મરણ' હોય છે જે તેને ગમતું નથી.
પરંતુ જે પુણ્યવંત મનુષ્યો સંયમથી વિકારોને વશ રાખે છે તેનું મરણ “સકામ' હોય છે જે વ્યાકુળતા અને વિધ્વરહિત હોય છે. આવું “સકામ મરણ ફક્ત ભિક્ષુઓને જ હોય છે તેવું નથી. કોઈ સંસારી પણ કેટલાક સાધુ કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે.
चीहाजिणं नगिणिणं, जडी-संघाडि मुडिणं । एयाणि वि न तायन्ति, दुस्सीलं परियागयं ।। (२१) पिंडोल अव दुस्सीले नरगाओ न मुच्चइ । भिख्खावा गिहथ्थेवा कम्मई दिल्लं ।। (२२)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org