________________
અધ્યયન-૯
માણસને સંતોષ થતો નથી કારણ કે તેની તૃષ્ણા આકાશની પેઠે અનંત છે. (ગા. ૪૮).
ઈદ્રઃ રાજન્ ! આશ્ચર્યની વાત છે કે સંસારનું વાસ્તવિક સુખ છોડીને તમો કોઈ અદેશ્ય અને કાલ્પનિક સુખની પાછળ પડ્યા છો. (ગા. ૫૧)
રાજર્ષિ સત્તાના વિલં મા, મા સવિસોમવા | कामेय पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं ।। (५३)
હે બ્રાહ્મણ ! આ બધા કામભોગ ક્ષણિક છે, શલ્યરૂપ અને ઝેરરૂપ છે અને ક્ષણે ક્ષણે પીડા ઉત્પન્ન કરે છે. કામભોગની અભિલાષવાળા માનવીના મનોરથો પૂરા થતાં નથી. ક્રોધ, માન, માયા, લોભ આ લોક અને પરલોકે ભય ઉત્પન્ન કરે છે. (ગા. પર થી પ૪).
આ સંવાદ બાદ ઈંદ્ર પોતાના મૂળ સ્વરૂપે દેખાય છે અને કહે છે કે હે મહાનુભાવ ! આપે, ક્રોધ, માન, માયા અને લોભને જીત્યા છે. આપની સરળતા વિસ્મયજનક છે. ધન્ય છે આપના ઉત્તમોત્તમ ભાવોને. (ગા. પપ થી પ૭)
* * *
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org