________________
૮૮
અધ્યયન-૯
અર્થાત, રણસંગ્રામમાં હજારો યોદ્ધાઓને જીતવા કરતાં પોતાના આત્માને જીતે તે જ પરમ વિજય છે. (ગા. ૩૪)
अपाणमेव बुझाहिं कित्ते जुझेण बझओ । अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहओ ।। (३५)
અર્થાત, પોતાના આત્મા સાથે યુદ્ધ કરો. બહારના સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે! આત્મા પોતે પોતાને જ જીતે તોજ તે ખરા સુખને પામે છે. (ગા. ૩૫)
पंचिंद्रियाणं कोहं माणं मायं तहेव लोभंच । दुज्जयं चेव अप्पाणं सलमप्पे जिजियं ।। (३६)
અર્થાત, પાંચે ઈદ્રિયો અને ક્રોધ, માન, માયા અને લોભથી આત્માને જીતવો તે અતિ દુર્લભ છે. જેણે પોતાના આત્માને જીત્યો તેણે સર્વ જીત્યું છે તેમ સમજવું. (ગા. ૩૬).
ઈદ્રઃ હે રાજન્ ! મહા યજ્ઞો કર, શ્રમણ-બ્રાહ્મણોને જમાડ, સુવર્ણાદિના દાન કરે, હોમહવન કરે અને તે પોતે પણ ભોગવ. (ગા. ૩૮)
રાજર્ષિ કોઈ વ્યક્તિ દર માસે લાખો ગાયોના દાન દે તેના કરતાં સાધુ પુરૂષો જે કાંઈ દાન કરતાં નથી તેમનો સંયમ શ્રેષ્ઠ છે. (ગા. ૪૦)
ઈદ્રઃ રાજન્ ! ઘરમાં રહીને પોષધ વ્રત વગેરે કરીને પણ ધર્મ થઈ શકે છે.
રાજર્ષિ : હે બ્રાહ્મણ ! અજ્ઞાની માણસ એક માસના ઉપવાસ પછી પણ જે પારણું કરે અને તે ફક્ત કુશાગ્ર આહાર લઈને જ કરે - આવી ઘોર તપશ્ચર્યા કરે તોપણ તેનું જ્ઞાનીના શ્રી ભગવંતે ભાખેલ ચારિત્રની તોલે તેના સોળમા ભાગ જેટલું પણ ફળ નથી.
ઈદ્ર : રાજન ! સોનું, રૂપુ, મણી, મોતી, રત્નો વગેરેનો ભંડાર વધાર્યા બાદ મિકા-જીવન જીવો. (ગા. ૪૬)
રાજર્ષિઃ સોનારૂપાના કલાસ પર્વત જેવડા અસંખ્ય ઢગલા હોય તો પણ લોભી
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org