________________ લેખક પરિચય આ પુસ્તકના લેખક શ્રી ચંબકલાલ ઉ. મહેતા (ઉં.વ. 82) હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સને ૧૯૮૦માં નિવૃત્ત થયાં. તે પહેલાં તેઓ સાત વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રહા. નિવૃત્તિ બાદ તેઓ ભારતની સુપ્રીમ કોર્ટમાં છેલ્લાં સત્તર વર્ષ થયાં સિનીયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને હાલ છેલ્લાં છ વર્ષ થયાં દિલ્હીનો વસવાટ છોડી અમદાવાદમાં સ્થિર થયાં છે. મુનિશ્રી સંતબાલજીએ પચાસ વર્ષ પહેલાં સ્થાપેલ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના તથા વિશ્વવાત્સલ્ય ફાઉન્ડેશનના તેઓ હાલ પ્રમુખ છે અને ગાંધી દૃષ્ટિએ ગ્રામવિકાસ તથા ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા, સત્તા તથા અર્થતંત્રનું વિકેન્દ્રીકણ, કૌટુંબિક કાનૂનોમાં સ્ત્રીઓને થતો અન્યાય તથા જાહેર જીવનના બીજા સામાજિક અને જાહેર પ્રશ્નોમાં ઊંડો રસ ધરાવે છે. અમદાવાદ સ્થિત ટેક્સ પેપર્સ પ્રોટેક્શન કાઉન્સીલના તેઓ હાલ પ્રમુખ છે. વિશ્વના પ્રચલિત તત્ત્વચિંતનના અને ખાસ કરીને જૈન દર્શનના તેઓ અભ્યાસી છે. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલ પુસ્તક-પુસ્તિકાઓનું લીસ્ટ અંદરના પાના ઉપર છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org