________________
૭૫
અદાયન-૩૦
કર્મક્ષયનો માર્ગ
નોંધ : ઉપર અધ્યયન ૩૩, ૬, ૭ અને ૧૩માં કર્મના સિદ્ધાંતની ચર્ચા કરી બતાવ્યું કે સારાનરસા કર્મના પરિણામો આપણે જ અનિવાર્ય રીતે ભોગવવા જ પડે છે. કારણ કે તે આપણા કરેલા છે. આદરી અધ્યયન ૩૩માં જણાવ્યું કે તું તારો જ મિત્ર કે શત્રુ છે. અધ્યયન ૬માં જણાવ્યું કે વિવેકી પુરૂષ આચાર ઉપર નહીં પરંતુ કર્મ-ક્ષય ઉપર જ આધાર રાખે છે. અધ્યયન ૭ અને ૧૩માં આ બાબતના ષ્ટાંતો આપ્યા. હવે આ અધ્યયનમાં સંચિત થયેલ કર્મોના હાય માટે તપશ્ચર્યા કેવી રીતે કામ લાગે તે દર્શાવ્યું છે.
આ અધ્યયનમાં તપશ્ચર્યાના વિવિધ પ્રકારોની ઉંડી વિગતો આપેલ છે તે છોડી દઈ હાલના જીવનમાં ગૃહસ્થો રી શકે તેવી વિગતોનો જ અહીં ઉલ્લેખ કરેલ છે.
આ અધ્યયન તપશ્ચર્યા અંગેનું હોઈ પૂર્વેના અધ્યયન ર૮ (મોક્ષ માર્ગ ગતિ) તથા ઉપોદઘાતમાં જૈન દર્શનની સામાન્ય રૂપરેખા’ આપેલ છે તેમાં ‘કર્મ મુક્તિના ઉપાયો” તથા માનસિક પરિવર્તન'ના મથાળા નીચેના લખાણો વાંચવાની ખાસ ભલામણ છે.
અધ્યયન ૩૦ : તપોમાર્ગ
- -
-
-
અધ્યયન સાર
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રીભોજન, જીવનની તમામ પ્રવૃત્તિઓમાં અસાવધાની, ક્રોધ, માન, માયા, લોભ, ગર્વ, દંભ અને મિથ્યાત્વ તે તમામ પાપ કર્મોના દાખલ થવાના કારો છે. (જેને આસ્રવ કહે છે, પરંતુ તે તમામથી રહિત થવાથી નવા કર્મોનું ઉપાર્જન થતું અટકે છે. તેથી જીવ અનાગ્નવ બને છે. (ગા. ૧ થી ૩)
પરંતુ પૂર્વે કરેલ અને સંચિત થયેલ કર્મોનો ક્ષય કરવા શું કરવું જોઈએ તે હવે એકાગ્ર મનથી સાંભળો. જેમ કોઈ તળાવના પાણી આવવાનો માર્ગ રૂંધીને એકઠા થયેલ પાણીને સૂર્યના તાપથી શોષી નાખે છે તે જ રીતે અનાગ્નવ બનેલ જીવના સંચિત કર્મોને તપશ્ચર્યાથી ક્ષય થઈ શકે છે. આ તપ બે પ્રકારના છે : (૧) બાહ્ય
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org