________________
9K
અધ્યયન-૩૦
તપ અને (૨) અભ્યતર તપ. જે બંનેના છ-છ પ્રકારો છે. (ગા. ૪ થી ૭)
બાહ્ય તપના પ્રકારોઃ (૧) અનશન, (ર) ઉણોદરી, (૩) ભિક્ષાચર્યા, (૪) રસ પરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. (આ દરેકના પેટા વિભાગો છે જેનો ઉલ્લેખ અહીં નથી કર્યો.) અનશન એટલે આહાર ત્યાગ, ઉણોદરી એટલે ભૂખ હોય તેથી ઓછું ખાવું અગર દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, ફળની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ અગર પર્યાયની અપેક્ષાએ મર્યાદા બાંધીને અને તે મર્યાદા પરિપૂર્ણ થાય તોજ અને તેવો આહાર લેવો. રસ પરિત્યાગ એટલે ઘી, દૂધ, દારૂ વગેરે કોઈ પણ રસનો ત્યાગ કરવો. કાયકલેશ એટલે ટાઢ, તડકો સહન કરવો અગર વિવિધ આસનો કરવા અગર શરીરને કષ્ટ સહન કરવાની ટેવ પડે તેવી જગ્યાની પસંદગી કરવી અને સંલીનતા એટલે ઈન્દ્રિયોને સંયમમાં રાખી એકાંતમાં ધ્યાનસ્થ રહેવું. (ગા. ૮ થી ૮)
અત્યંતર તપના પ્રકારોઃ (૧) પ્રાયશ્ચિત (આલોચના) એટલે થયેલ ભૂલનો સ્વીકાર અને તેમાંથી નિવૃત્તિ, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય (શુશ્રુષા), (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ એટલે અહમ્ – મમત્વનો ત્યાગ. (આ છ પ્રકારોના પેટા પ્રકારો અહીં નથી આપ્યા.)
આ અગાઉ ઉપોદ્ધાતમાં જણાવ્યા મુજબ અત્યંતર તપ વિનાનું બાહ્ય તપ ફક્ત શારીરિક સ્તરે જ છે અને ભૌતિક લાભ મેળવવાના હેતુથી કરેલ બાહ્ય તપ કર્મોપાર્જન કરે છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org