________________
અધ્યયન-૩૧
ચારિત્ર ખીલવણીના ઉપાયો
નોંધ : જ્ઞાન, દર્શન, અને ચારિત્ર તે આત્મિક ઉન્નતિ માટેના ત્રણ રત્નો છે. આમાંના ચારિત્ર રત્નની ખીલવણી થાય તો ર્મની સરવાણી આવવાના (આસવના) દ્વારા બંધ થાય. આ માટે શું શું જીવે જવું જોઈએ તેની આ અધ્યયનમાં વિગતથી ચર્ચા છે.
પતિ સુખલાલજીએ જૈન ધર્મને નિવૃત્તિ ધર્મ હૃાો છે, પરંતુ શરીર હોય ત્યાં સુધી કાંઈક પ્રવૃત્તિ અનિવાર્ય છે તેથી ક્યા ક્ષેત્રમાં નિવૃત્તિ અને ક્યા ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવી તેનો અહીં બોધ છે.
અધ્યયન ૩૧ : ચારિત્ર વિધિ
અધ્યયન સાર अगओ विरई कुज्जा , अगओय पवत्तणं । असंजमे नियतंच संजमेय पवत्तणं ।। (२)
અર્થાત્, નિવૃત્ત થવાનું સ્થાન એક છે અને પ્રવૃત્ત થવાનું સ્થાન પણ એક જ છે. અસંયમથી નિવૃત્ત થવું અને સંયમમાં પ્રવૃત્તિ કરવી. (ગા. ૨)
રાગ અને દ્વેષ બંને પાપ કર્મના ઉત્પન્ન કરનારા છે માટે જે તેને અલગ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. (ગા. ૩)
મન, વચન અને કાયાની અસત્ પ્રવૃત્તિ ત્રણ છે – રિદ્ધિ, રસ અને શાતા તેમજ દંભ, ભોગેચ્છા અને મિથ્યાત્વરૂપી શલ્યનો જે નાશ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. (ગા. ૪)
રાજય, દેશ, ભોજન અને સ્ત્રીસંબધની વિકથા, ક્રોધ, માન, માયા અને લોભ - તે ચાર કષાયો, આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન – તે ચાર સંજ્ઞા અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો જે પરિત્યાગ કરે છે તે પણ સંસારથી મુક્ત થાય છે. (ગા. પ-૬)
જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને પાંચ ક્રિયા, છ વેશ્યા, મદના પ્રકાર, બ્રહ્મચર્યની વાડો વગેરેમાં જાગૃત રહે છે અને તે બધા સ્થાનો વિશે યત્નશીલ રહે છે તે સંસારના ભ્રમણમાંથી મુક્ત થાય છે. (ગા. ર૧)
ઉત્તરાધ્યયન - સાર
www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only