________________
૭૮
અધ્યયન-૨૪
જીવન વ્યવહારમાં વિવેક
નોંધ : પ્રવચન માતાનો ઉલ્લેખ ઉપોદઘાતમાં ટૂંકમાં કરેલ છે. જિન પ્રવચન – ઉપદેશનો ટૂંસાર પાંચ ‘સમિતિ’ અને ત્રણ ‘ગુપ્તી’માં આવી જાય છે. તેથી આ આન્ને પ્રવચન માતા ઠ્ઠી છે. “સમિતિ' એટલે વિવેકપૂર્વક્નાં મર્યાઘબદ્ધ કાર્યો. ‘ગુપ્તી’ એટલે મન, વચન અને કાયાનું વિવેકપૂર્વકનું નિયમન. જીવનની તમામ પ્રવૃત્તિઓમાં વિવેકપૂર્વકની યોગ્ય મર્યાદા જળવાઈ રહે તે માટે આ આઠ તત્ત્વોનું અહીં નિરૂપણ ક્યું છે.
અધ્યયન ર૪ : પ્રવચન માતા
અધ્યયન સાર
પાંચ સમિતિઓ છે : (૧) ઈર્ષા સમિતિ એટલે કે કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તે રીતે તમામ હલનચલન અને દૈહિક ક્રિયા કરવી. (૨) ભાષા સમિતિ એટલે ક્રોધ, માન, માયા, નિંદા, લોભ, હાસ્ય, ભય અને વાચાલતાનો ત્યાગ કરી મર્યાદિત વાણી બોલવી. (૩) એષણા સમિતિ એટલે આહાર, વસ્ત્ર, રહેઠાણ વગેરે લેવામાં સાવધાનતાપૂર્વક વર્તવું. (૪) આદાન સમિતિ એટલે વસ્તુમાત્રને જોઈ તપાસીને લેવીમુકવી. (૫) ઉચ્ચાર સમિતિ એટલે જ્યાં જંતુઓ ન હોય ત્યાં જોઈ તપાસીને બિનઉપયોગની વસ્તુઓ નાંખવી.
ત્રણ ગુણીઓ : (૧) મનો ગુણી : અન્યને ઉપદ્રવ થાય તેવા મનોભાવથી નિવર્તવું. (૨) વચન ગુણી : જીવોનો ઘાત થાય યા તો અન્યને ઉપદ્રવ થાય તેવા વચનથી નિવર્તવું. (૩) કાય ગુખી : ઉપર જણાવેલ ઉપદ્રવો થાય તેવા કૃત્યોથી નિવર્તવું.
આ પાંચ સમિતિઓ સદાચારમાં પ્રવૃત્તિ રહે તે માટે છે, જયારે ત્રણ ગુણીઓ મન, વચન અને કાયાથી અશુભમાંથી નિવૃત્તિ રહે તે માટે છે. (ગા. ૧ થી ર૬)
* * *
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org