________________
અધ્યયન-૧૮
સાથે જતું નથી. સાથે જાય છે ફક્ત તેના શુભાશુભ કર્મના ફળ. માટે હે રાજન્ ! તપ કર. (ગા. ૧ થી ૧૭)
આ રીતે રાજાએ ધર્મનું શ્રવણ કર્યું. તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પોતાનું રાજ્ય ત્યજી દીધું અને તે મુનિ, જેનું નામ ગર્દભાલી હતું તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. થોડાક સમય બાદ કોઈ બીજા ક્ષત્રિય રાજવી કે જેણે પણ આ રીતે જ દીક્ષા ગ્રહણ કરેલ તેમની સાથે સંજય રાજર્ષિને મેળાપ થયો ત્યારે તેઓએ સંજય રાજર્ષિને પૂછયું કે તેમણે કેવા સંજોગોમાં પ્રવ્રજ્યા લીધી. તેના જવાબમાં સંજય રાજર્ષિએ કહ્યું, ‘‘હે મહામુનિ ! તત્ત્વથી અજ્ઞાન મનુષ્યો ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ વગેરે વિવિધ વાદોમાં અટવાઈ જઈને મિથ્યા વાદવિવાદ કરે છે, પરંતુ તત્ત્વના જાણકાર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે આ બધા વાદોની ખટપટમાં પડ્યા સિવાય ચારિત્રશીલતા કેળવી સંયમના માર્ગે જે વિચરે છે તે દિવ્ય ગતિને પામે છે. હું મારા આત્માને ઓળખું છું અને પુનર્જન્મ છે તેમ પણ માનું છું. સાધુએ નાના પ્રકારના (વિવિધ પ્રકારના) મતોના ખંડનમંડનમાં પડ્યા વિના હિંસાદિ અનર્થના મૂળરૂપ કૃત્યોનો ત્યાગ કરી સંયમનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. (ગા. ૧૮ થી ૩૦) ડાહ્યો પુરૂષ આત્માના અસ્તિત્વમાં માને છે અને સમ્યક્ દર્શન સહિત ચારિત્ર ધર્મ પાળે છે. આવા જિનમાર્ગના સિદ્ધાંતોને ગ્રહણ કરીને જ ભરત ચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ કરી. (ગા. ૩૧ થી ૩૪)
નોંધ : ત્યારબાદ જે જે ચક્વર્તીઓએ, રાજ્વીઓએ અને મહાપુરૂષોએ દીક્ષા ગ્રહણ કરી તેનું લાંબું વર્ણન આપેલ છે. જે ફક્ત ઐતિહાસિક દૃષ્ટિએ જ ઉપયોગી હોઈ અત્રે આપેલ નથી. (ગા. ૩૫ થી ૫૧)
૯૫
ઉપર કહેલા પુરૂષો સ્વ પરાક્રમ કરીને ઉત્તમ ગતિને પામ્યા છે તો પછી પંડિત પુરૂષોએ મિથ્યાત્વ દશામાં ઉન્મત્તની પેઠે શા માટે રખડવું જોઈએ ? જે પુરૂષ સર્વ સંબંધ અને પાપોથી મુક્ત થાય છે તે સિદ્ધ ગતિને પામે છે. (ગા. ૫૧ થી ૫૪)
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org