________________
૯૪
અધ્યયન-૧૮
તે આવી માન્યતા ધરાવતા હતા.
જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે આ તમામ મતમતાંતરોનો સમન્વય તેમના નયવાદ” અને “સ્યાદ્વાદ''ના સિદ્ધાંતોથી કરીને કહ્યું કે દરેક માન્યતા સંપૂર્ણ સત્ય તો નહીં, પરંતુ અમુક અપેક્ષાએ અને દષ્ટિકોણથી એકાંતિક સત્ય છે. જેનદર્શને તે તમામનો સુમેળ કરીને સમન્વયાત્મક અનેકાન્ત ઈષ્ટ અપનાવી.
જૈનદર્શન ક્વિાવાદી ગણી શકાય કેમકે તે આત્મામાં અને તેના ક્તત્વમાં માને છે. આ અધ્યયનમાં “ક્સિાપદ'નો જે ઉલ્લેખ છે તેનો અર્થ મુનિશ્રી સંતબાલજી “સમજણ વિના માત્ર ક્યિા કરનાર” એમ કરે છે તે યોગ્ય છે. અહીં ક્લિાવાદની નાપસંદગી આ અર્થમાં જ સમજવી.
અધ્યયન ૧૮: સંયતીય
અધ્યયન સાર
કાપિલ્ય નગરમાં સંજય નામે રાજા રાજય કરતો હતો. એક સમયે તે બાજુના કેશરી નામના ઉદ્યાનમાં શિકાર કરવા ગયો. ત્યાં એક મૃગને રાજાએ બાણ મારી મારી નાખ્યો. પરંતુ તે મૃગ એક ધ્યાનસ્થ મુનિની બાજુમાં જ મરેલો પડ્યો. રાજાએ જોયું કે શિકારની ધૂનમાં તે મુનિને પણ ઈજા પહોંચાડત. આથી તે ઘોડા પરથી ઉતર્યા અને મુનિને નમસ્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. મુનિશ્રી ધ્યાનમાં હોવાથી કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી રાજા વધુ ગભરાયો. પોતાની ઓળખાણ આપી વિશેષ ક્ષમાયાચના કરી.
બાદમાં મુનિશ્રીએ કહ્યું, રાજન્ ! નિર્ભય થાઓ અને સમજાવ્યું કે જે મૃત્યુના ભયે તે ક્ષમાયાચના કરતો હતો તે જ મૃત્યુ તરફ બીજા પ્રાણીઓને ધકેલવું તદન અયોગ્ય છે. મુનિએ કહ્યું, “હે રાજન્ ! આ લોકમાંથી સર્વ વસ્તુઓને ત્યાગીને એક દિવસ અવશ્ય આપણે બધાને ચાલ્યા જવાનું છે અને આયુષ્ય તથા રૂપ જેમાં તું મોહ પામી રહેલ છે તે વીજળીના ચમકારા જેવા જ ચંચળ છે. સ્ત્રી, પુત્ર, મિત્ર અને સગાસંબંધી તો માણસ જીવતો હોય ત્યાં સુધી જ સાથે છે પરંતુ મૃત્યુ બાદ કોઈ તેની
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org