________________
અધ્યયન-૭
કર્મફળના દૃષ્ટાંતો
નોંધ : આ અધ્યયન કર્મ-ફળના ષ્ટાંતોથી ભરપૂર છે.
અધ્યયન ૭: એલક– મેંઢ
અધ્યયન સાર
માંસાહારી પરોણાને તૃપ્ત કરવા પાળેલા મેઢાને જવ, મગ, મઠ વગેરે સારો આહાર આપી પુષ્ટ કરવામાં આવે છે. પરંતુ પરોણા આવે ત્યારે તેને કાપીને તેનું વધેલું માંસ ઉપયોગમાં લેવાય છે. તેજ રીતે મૂર્ખ અજ્ઞાની માણસ જીંદગી આખી હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, કામસુખ અને આરંભ પરિગ્રહમાં રચ્યોપચ્યો રહી પાપથી પુષ્ટ થાય છે પરંતુ મૃત્યુ જેમ નજીક આવે છે તેમ દુઃખી થાય છે અને પાપ કર્મોના પરિણામે નરકની યાતનાઓ ભોગવે છે.
જેમ એક યાત્રિકે એક કોડી માટે હજાર સુવર્ણમહોરો ગુમાવી અને જેમ એક રાજા એક આમ્રફળ ખાવાથી પોતાનું આખું રાજ્ય હારી ગયો તેમ અજ્ઞાની મૂર્ખ નાના કામભોગોમાં રાચ્યો રહીને સારી જીંદગી દુઃખમાં વિતાવે છે અને પુણ્ય પ્રાપ્ત કરીને જે દૈવી સુખ મેળવી શકાય તે પણ ગુમાવે છે. (ગા. ૧ થી ૧૨)
નોંધ : યાત્રિની વાત એવી છે કે તે હજાર સુવર્ણમહોરો લઈ યાત્રાએ નીકળેલ ત્યારે તેમાંથી એક મહોર રસ્તાના ખર્ચ માટે વાવી. તેમાંથી એક કોડી અમુક ગ્યાએ ભુલી ગયો અને આગળ ગયો ત્યારે તે કોડી યાદ આવી, તે લેવા તે પાછો ફર્યો પરંતુ સાથે બાકીની મહોરો ફેરવવી ન પડે તે માટે તે એક જગ્યાએ ખાડો ખોદીને ઘટી દીધી. ખોવાઈ ગયેલ ોડી લઈને પાછો આવ્યો ત્યારે બાકીની ઘટેલી મહોરો ત્યાંથી કોઈ બીજી વ્યક્તિ લઈ ગયેલ તેટલી તે બધી ગુમાવવી પડી. એક કોડીને ખાતર બધી મહોરો ગુમાવી.
રાજાની વાત એવી છે કે ઘણી કેરી ખાવાથી તેને સખત મરડો થયો ત્યારે સારવાર રનાર વેધે તેને ભવિષ્યમાં એક પણ કેરી ખાવી નહીં તેવી સલાહ આપી હતી છતાં તે સંયમ રાખી શકયો નહીં અને એક કેરી ખાધી. પરિણામે ફરી સખત મરડો થયો અને જાન ખોયો.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org