________________
અધ્યયન-૬
મમત્વ રહિત વિચારો
અધ્યયન ૬ : ક્ષુલ્લક નિગ્રંથ
અજ્ઞાની અને મૂઢ મનુષ્યો આ સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, પરંતુ જ્ઞાની પુરૂષ પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ સ્થાપી એમ વિચારેછે કે માતા, પિતા, ભ્રાતા, ભાર્યા અને પુત્રાદિ જ્યારેહું મારા કર્મોના ફળ ભોગવતો હોઈશ ત્યારે મારું રક્ષણ કરવાને સમર્થ નથી. આમ સમજી બુદ્ધિમાન પુરૂષ મિથ્યાત્વ અને મોહને ત્યાગે છે. (ગા. ૧ થી ૪)
આ જ રીતે તમામ પ્રકારની મિલકત, ધાન્ય કે અલંકારો પણ કર્મ-જન્ય દુઃખથી મુક્તિઅપાવવાને શક્તિમાન નથી. પોતાની માફક અન્ય જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલો આત્મા કોઈ પણ પ્રાણીઓના પ્રાણોને ન હશે. (ગા. ૬-૭)
કેટલાક લોક બંધ-મોક્ષની વાતો કરે છે અને માને છે કે જ્ઞાનથી જ મુક્તિ મળે છે, પરંતુ કાર્યમાં કાંઈ મુકતા નથી. તેઓ ખાલી આડંબરથી જ પોતાના આત્માને છેતરે છે. અનેક પ્રકારનું ભાષાજ્ઞાન કે કોરી પંડિતાઈ મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકે ! (ગા. ૧૦-૧૧)
વિવેકી પુરૂષે કર્મ-બીજનો વિચાર કરીને સંયમી બની નિર્દોષ ભોજન અને પાણી ગ્રહણ કરવા, લેશમાત્ર પણ સંગ્રહ કરવો નહીં અને જેમ પક્ષી પાંખને સાથે લઈને જ ફરે છે તેમ સંયમી મુનિ પણ મમત્વ રહિત થઈને વિચરે તેમ ભગવાન મહાવીરે કહ્યું છે. (ગા. ૧૬ થી ૧૮)
Jain Education International2010_03
$
✰✰✰
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org