________________
અધ્યયન-૭
અધ્યયન સાર
ત્રણ વેપારી વિષેની કથા પણ તેવી જ છે. તે ત્રણે પુંજી લઈને વેપાર કરવા નીકળ્યા તો તેમાંના એકે લાભ મેળવ્યો, બીજો મુળ રકમ બચાવીને પાછો આવ્યો અને ત્રીજાએ તો તમામ મુડી ગુમાવી. મનુષ્યભવ પુંજીરૂ૫ છે. તેનો સારો અને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ થાય તો ઉંચી ગતિને પામે અને કોઈ, બીજા વેપારીને પેઠે સામાન્ય મનુષ્યત્વથી આગળ વધી શક્તા નથી. પરંતુ કોઈ તો જીવનને નિષ્ફળ બનાવી મનુષ્યત્વ હારી બેસે છે.
મનુષ્યના અતિ અલ્પ આયુષ્યમાં કામભોગ તો ડાભના અગ્રભાગ ઉપર રહેલ જળબિંદુ જેટલું પણ ટકી શકતા નથી છતાં મનુષ્ય જન્મનો લાભ મેળવી લેવાને બદલે તેને વેડફી નાંખવાનું ક્યો મૂર્ખા ઈચ્છે?
' અરે ! આ મૂર્ખ અને પેલા બુદ્ધિશાળી માણસની તુલના તો કરો ! એક અધર્મનો અંગીકાર કરે છે અને નર્ક યાતના પામે છે, બીજો ધર્મનો અંગીકાર કરી દેવ ગતિને પામે છે ! આથી ડાહ્યો પુરૂષ મૂર્ણની મૂર્ખાઈ અને બુદ્ધિશાળીની બુદ્ધિની તુલના કરી બુદ્ધિપૂર્વક વર્તે છે. (ગા. ૧૩ થી ૩૦)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org