________________
અધ્યયન-૯
હું એકલો છું, મારું કોઈ નથી
નોંધ : રાજર્ષિ નમિરાજ મિથિલાના મહારાજા હતા. તેમને આખા શરીરે ભયંકર ઘહ થયો. આદરી તેમની બધી રાણીઓ તેમના શરીરે ચંહ્ન ઘસવા લાગી. આથી તે તમામના કંકણોનો અવાજ એટલો મોટે થવા લાગ્યો કે રાજાને તે અસહા થઈ પડ્યું. આથી રાણીઓએ હાથ ઉપર ફક્ત એક એક કંકણ રાખી ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું તેની પ્રથમનો કોલાહલ બંધ થયો. આથી તે વિચારવંતા રાજાને નિ:સંગતા અને એક્લપણાની શાંતિનું જ્ઞાન થયું. તે જ્ઞાનમાંથી વૈરાગ્યના ભાવ જાગ્યા અને નિર્ણય કર્યો કે આ રોગમાંથી મુક્તિ મળે એટલે તરત જ દીક્ષા ગ્રહણ કરી નિ:સંગ બનવું. રાત્રી વીતતા દાહ શાંત થયો અને બાદમાં પૂર્વ જન્મમાં રેલ સાધના યાદ આવી હોવાથી મુનિ વેષ ધારણ કર્યો. સંન્યાસ ધારણ ર્ક્યુ બાદ રાજર્ષિ નમિરાજ અને તેની પાસે બ્રાહ્મણવેશે આવેલ ઈંદ્ર વચ્ચે જે સંવાદ અહીં થાયછે તે તત્ત્વ દૃષ્ટિએ તો અતિ ઉત્તમ છે જ પરંતુ સાંસારિક માયામાં ખુંચેલા માનવીની તમામ દલીલોનો યોગ્ય ઉત્તર અહીં મળી રહે છે.
અધ્યયન ૯ : નમિપ્રવ્રયા
અધ્યયન સાર
સંન્યાસી થયેલ તે રાજર્ષિ પાસે ઈંદ્ર બ્રાહ્મણ વેશે તેના સંન્યાસની પરીક્ષા કરવા આવ્યો અને રાજર્ષિને કહ્યું, “અરે ! આજે તારી મિથિલામાં આ ભયંકર કોલાહલ શાનો મચી રહ્યો છે? તારા મહેલોમાં અને લોકોના ઘરમાં આ દયભેદક આક્રંદ શાનું સંભળાય છે?” નમિ રાજર્ષિ આ પ્રશ્નનો હેતુ સમજી ગયા અને જવાબ આપ્યો કે ત્યાં આગળ ઘણા પક્ષીઓનું આશ્રયસ્થાન છે તેથી તેઓનું આક્રંદ સંભળાય છે. (ગા. ૬ થી ૧૦)
ઈદ્ર : ભગવદ્, અહીં તો અગ્નિ અને વાયુ પ્રત્યક્ષ દેખાય છે. જુઓ તમારો મહેલ ભડકે બળે છે. તમારા અંતઃપુર સામું તો જુઓ.
રાજર્ષિઃ સુદં વસામો નીવાનો ગેલિં મોનશ્મિ હિંai | मिहिलाओ डझमाणीजे नमे डझइ किंचणं ।। (१४)
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org