________________
અધ્યયન-૧૦
એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો
નોંધ : આ અધ્યયનમાં શરૂઆતમાં જ મનુષ્ય જીવનને ઝાજ્ઞા પાન સાથે સરખાવ્યું છે અને તેની ક્ષણિક્તા ઉપર ભાર મૂકીને શ્રી ભગવાને તેમના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમને કહ્યું,
ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ શીશ નહીં, કારણ કે ગઈ ક્ષણ પાછી આવવાની નથી અને આ જીવન ઘણું ક્ષણભંગુર છે” એટલે વસ્તુત: આ અધ્યયન પણ અપ્રમાદ માટેનું જ છે. “સમાં જોય ના વાવ” એ સૂત્ર ધ્વનિ છે.
અધ્યયન ૧૦ : દ્રુમ પત્ર - ગૌતમને ઉપદેશ
અધ્યયન સાર
જેમ વૃક્ષનું પાકું પાન રાત્રીદિવસ થવાથી ધરતી ઉપર ખરી પડે છે, જેમ કુશાગે રહેલ જલબિંદુ ક્ષણમાત્રમાં ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવન પણ ક્ષણિક જ છે, માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં.
इइ इत्तरियम्मि आउए जीवियए बहु पच्चवायए | વિઠ્ઠmહિ ર પુરેbs, રમવું જોમ ! મા પમાયણ II (૩) दुल्लहे खलु माणुसेभवे, चिरकालेण वि सवपाणिणं । गाढाय विवाग कम्मुणो समयं गोयम ! मा पमायऐ ।। (४)
જીવન ક્ષણિક તો છે જ પરંતુ અનેક વિઘ્નોવાળું પણ છે અને લાંબે કાળે પણ મનુષ્યભવ મળવો દુર્લભ છે. માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. (ગા. ૧ થી ૪)
પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વી-ઈન્દ્રિયકાય તે દરેકમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને એજ ગતિમાં હજારો વર્ષ રહેવું પડે છે. (જ મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવે છે) માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org