________________
અધ્યયન-૧૦
૬૧
કરીશ નહીં. (ગા. ૫ થી ૧૦)
કદાચ મનુષ્યભવ પ્રાપ્ત થાય તો પણ આ આર્ય દેશમાં જન્મ થવો દુર્લભ છે, તે મળે તો પણ સંપૂર્ણ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તો પણ શુદ્ધ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કદાચ તેવું શ્રવણ કર્યું તો પણ તેમાં શ્રદ્ધા થવી દુર્લભ છે અને કદાચ તેવી શ્રદ્ધા થાય તો પણ તે પ્રમાણેનું ચારિત્ર્ય ઘડતર મુશ્કેલ છે. માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. જયારે તારું શરીર જરાયે કરી ક્ષીણ થશે ત્યારે તારી બધી શક્તિઓ ઓછી થશે અને વિવિધ રોગો થશે. જેમ કમલપત્ર જલિબંદુનો સ્પર્શ કરતું નથી તેમ તું સ્નેહબંધનને ત્યજી દે. ધન અને ભાર્યાનો ત્યાગ કરીને તે સાધુત્વ ગ્રહણ કર્યું છે તો પછી જે કામભોગનું તે વમન કર્યું છે તેનો ફરીથી અંગીકાર કરીશ નહીં. તું હમણાં મોક્ષ માર્ગે વિચરે છે તેમ જાણીને હે ગૌતમ કદી પ્રમાદ કરીશ નહીં. હે ગૌતમ! તું સંસાર સમુદ્રને તરી ગયો છે. હવે કાંઠે આવીને શા માટે અટકી ગયો છે? ત્વરાથી ભવપાર ઉતરી જા, પ્રમાદ કરીશ નહીં.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org