________________
અધ્યયન-૨૦
આત્મસ્થિતની સનાથતા
અધ્યયન ર૦ : મહાનિશીય - અનાથતા
મગધ સમ્રાટ શ્રેણિક (બિંબિસાર) એક વખત વિહારયાત્રાએ નીકળ્યા ત્યારે ઉદ્યાનમાં એક ઝાડ નીચે એક કાંતિવાન અને પ્રભાવંશાળી યુવાન સાધુને સમાધિમાં બેઠેલા જોયા. આવા તેજસ્વી પુરૂષને આવી યુવાન વયમાં જ સંસારનો ત્યાગ કરેલ જોવાથી કુતુહલવશ શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે સંસાર ભોગવવાની આ વયે આપ શા કારણથી પ્રવ્રજિત થયા છો? મુનિએ કહ્યું, “મહારાજ ! મેં પ્રવ્રજ્યા લીધી કારણ કે હું “અનાથ” છું.” શ્રેણિકે કહ્યું, “આપના જેવા તેજસ્વી પુરૂષ અનાથ હોય તે કેમ બને? ચાલો, હું તમારો હાથ ઝાલીશ. સંસારમાં પાછા આવો.” મુનિએ કહ્યું, “રાજન ! તમો પોતે જ અનાથ છો ત્યારે તમો બીજાના નાથ કેવી રીતે થશો?” આવા વચન સાંભળી શ્રેણિક વિસ્મય પામ્યા. કહ્યું, “મહારાજ! હું મગધનો સમ્રાટ. હું ઐશ્વર્ય સંપન્ન – હું અનાથ?” મુનિ કહે, “રાજન ! તમે “નાથ” શબ્દનો ખરો અર્થ જાણતા નથી. તમને મારી વાત સાંભળો તો ખાતરી થશે.” (ગા. ૧ થી ૧૩)
કૌશાંબી નામના નગરમાં મારા પિતા રહે છે, જે અઢળક સંપત્તિવાળા છે. મારી આંખોમાં ભયંકર પીડા થઈ અને આખા શરીરે અસહ્ય દાહ ઉપડ્યો. મારા ઉપચાર માટે મારા માતાપિતાએ પુષ્કળ પ્રયત્નો કર્યા, શ્રેષ્ઠ વૈદ્યો પાસે મારી ચિકિત્સા કરી, મંત્રોચ્ચાર કર્યા. મારા ભાઈઓ, મારી સ્ત્રી અને મારા બધા સગાવહાલાઓએ રાતદિન મારી અથાગ સેવા કરી, મારા પિતા મને સાજો કરવા માટે પોતાનું બધું ધન ખર્ચ કરવાને તૈયાર હતા. પરંતુ આમાનું કાંઈ પણ મને સાજો કરી શક્યું નહીં. મારું દુઃખ તો વધતું જ ચાલ્યું. મારી આ અનાથતા હતી. ધન, વૈભવ, શ્રેષ્ઠ વૈદ્યો, પ્રેમાળ સગા કોઈ મને કામ આવી શક્યું નહીં.
મને વિચાર આવ્યો કે આ અંત વિનાના સંસારમાં વિપુલ વૈભવ અને ભૌતિક સુખસંપત્તિ અને સ્નેહ મને મારા દુઃખમાંથી છોડાવી શકતા નથી. માટે આ શારીરિક પીડામાંથી જ મુક્ત થાઉં તો આ બધી ક્ષણિક વસ્તુઓનો ત્યાગ કરી જન્મ-મરણના આ સંસારચક્રમાંથી મુક્તિ મેળવી પ્રવ્રયા લઉં. આવો નિર્ણય કરી રાત્રે હું સૂઈ ગયો. સવારે જાગ્યો ત્યારે મારી બધી વેદના દૂર થઈ ગઈ અને પૂર્વે નિર્ણય કર્યા મુજબ મેં
ઉતરાયયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org