________________
અધ્યયન-૨૦
પ્રવ્રજ્યા લીધી. હવે હું અનાથ મટીને મારો પોતાનો તેમજ બીજા સ્થાવર જંગમ પ્રાણીઓનો નાથ થયો છું. કારણ કે હું આત્મસ્થિત છું. હવે મને ખાતરી થઈ છે કે,
अप्पा नई वेयरणी, अप्पा मे कूड सामली । અપ્પા હ્રામવુદાદેનુ અપ્પા મે સંતનું વળ|| (રૂ૬)
અર્થાત્, મારો આત્મા એજ વૈતરણી નદી સમાન છે, એજ શાલ્મલી વૃક્ષ છે, એજ કામદુધા ધેનુ સમાન છે અને એજ નંદનવન છે. (ગા. ૩૬)
अप्पाकत्ता विकत्ताय दुक्खाण सुहाणय । અમ્મા મિતનમિત્તે હૈં, ટુટિી સુપટિો || (૩૯)
૬૩
અર્થાત્, એજ આત્મા સુખ અને દુઃખનો કર્તા અને અકર્તા છે અને સદાચારથી વર્તે તો મિત્ર સમાન છે, જ્યારે દુરાચારથી વર્તે તો શત્રુ સમાન છે. (ગા. ૩૭) નોંધ : આ પછી ગા. ૩૮ થી ૫૩ આવે છે તે મો. જેકોબી તથા શ્રી ગોપાલદાસ પટેલના મત મુજબ મૂળ અધ્યયનના પ્રસંગથી જુદી પડે છે. તેથી તે પાછળથી ઉમેરાયેલ હોવાનો સંભવ છે. તે ગાથાઓ દીક્ષાગ્રહણ કર્યા બાદ જે સાધુ પ્રમાદ વશ થઈ પંચ મહાવ્રત બરાબર પાળતો નથી તેને અનુલક્ષીને છે.
જો કોઈ સાધુ ચિરકાળ સુધી મુંડન કરે અને શરીરને કલેશ ઉપજાવે પરંતુ તપનિયમથી ભ્રષ્ટ થાય, સામુદ્રિક વિદ્યા, સ્વપ્ર વિદ્યા, નિમિત વિદ્યા, નજરબંદી, મંત્રતંત્ર આદિ સેવીને આજીવિકા કરે તેને કોઈનું શરણ મળતું નથી. જે સાધુ મનગમતું ભોજન માગે, અમુક ઘરેથી જ નિત્ય ભોજન વહોરે તે ભ્રષ્ટ થઈને દુર્ગતિને પામે છે. જે સાધુ સંયમરૂપી ઉત્તમ માર્ગને વિષે વિપરીત વર્તે છે તે આ લોક અને પરલોકના સુખથી ભ્રષ્ટ થાય છે.
જે સર્વોત્તમ સંયમ પાળે છે, જેણે સર્વ આસવોને રૂંધ્યા છે, જેણે આઠ કર્મને ખપાવ્યા છે તે વિપુલ, ઉત્તમ અને નિશ્ચલ મુક્તિને પામે છે. (ગા. ૪૧-૪૫૪૯-૫૨)
આ ઉપદેશ સાંભળીને શ્રેણિક સંતુષ્ઠ થયા અને કહ્યું કે અનાથત્વ શું તેનું આપે મને બરાબર દર્શન કરાવ્યું છે. આપ પોતે સનાથ છો અને અનાથના નાથ છો. (ગા. ૫૫-૫૬)
Jain Education International 2010_03
ઉત્તમ પ્રયત્ન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org