________________
૬૪
શ્રમણાચારનો પ્રકાર
નોંધ : આ અધ્યયનની પશ્ચાત્ ભૂમિકા અને તેનું ઐતિહાસિક મહત્ત્વ શું છે તે બાબતનો ઉલ્લેખ ઉપોદ્ઘાતમાં ર્યો છે, તેથી અહીં તેનું પુનરૂચ્ચારણ નથી . શ્રી કેશી મુનિએ શ્રી ગૌતમ સાદો ચતુર્યામ અને પંચશીલ બાબત તથા સાધુએ દિગંબર અવસ્થામાં રહેવું જોઈએ કે વસ્ત્ર પહેરવા જોઈએ તે બાબત ચર્ચા રેલ અને તત્કાલિન શ્રમણાચાર ક્યા પ્રકારનો હતો તે બાબત પણ પ્રશ્નોત્તરી થયેલ જે ઘણા અગત્યના વિષયો હોઈને અહીં તેનો ઉલ્લેખ રેલ છે.
અધ્યયન ૨૩ : કેશી-ગૌતમ સંવાદ શીગૌતમીય)
અધ્યયન સાર
કેશી : મહામુનિ શ્રી પાર્શ્વનાથ ભગવાને ઉપદેશેલા ધર્મમાં ચાર મહાવ્રતોનો સ્વીકાર કરેલો છે. જ્યારે શ્રી વર્ધમાન ભગવાને પાંચ મહાવ્રતોનો ઉપદેશ કરેલો છે. બંને એક જ કાર્યને વિષે ઉદ્યત હોવા છતાં આવો મતભેદ શાથી થયો ?
અધ્યયન-૨૩
ગૌતમ : બુદ્ધિ વડે ધર્મનું રહસ્ય પારખી શકાય છે. પ્રથમ તીર્થંકરના સમયના મનુષ્યો સરળ પ્રકૃતિના પરંતુ જડ બુદ્ધિના હતા. વચ્ચેના સમયના જીવો સરળ અને પંડિત હતા. જ્યારે છેલ્લા તીર્થંકરના સમયના જીવ વક્ર અને જડ બુદ્ધિના હતા. આથી પ્રથમ તીર્થંકરના સમયના સાધુઓને ધર્મ સમજવો મુશ્કેલ હતો અને છેલ્લા તીર્થંકરના સમયના સાધુઓને ધર્મ પાળવો મુશ્કેલ હતો. પરંતુ વચ્ચેના સમયના સાધુઓને ધર્મ સમજવો તેમજ પાળવો તે બંને સરળ હતા. (તેથી આ ફેરફાર વર્ધમાને કર્યો.)
કેશી : હે ગૌતમ, આપ પ્રજ્ઞાવાન છો. મારો સંશય દૂર થયો છે. બીજો સંશય એ છે કે શ્રી વર્ધમાન ભગવાને ‘અચેલ’ (વસ્રરહિત) રહેવાનો ઉપદેશ સાધુઓને આપેલ છે જયારે ભગવાન પાર્શ્વનાથે વસ્ત્ર પહેરવા ફરમાન કરેલ છે. આવું શાથી ? ગૌતમ : આ બધા બાહ્ય સાધનો બાહ્ય લક્ષણો – લોકો તેમને ઓળખી શકે
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
માર
For Private & Personal Use Only
www.jainelibrary.org