________________
અધ્યયન-૧૨
કોને કહેવાય તેની સમજ મુનિ શ્રીએ તેમને આપી. તે અંગેનો જે સંવાદ દાયો તે આ અધ્યયનમાં છે.
શ્રી ગોપાલઘસભાઈએ ખરું કહ્યું છે કે, “યક્ષની ઉમેરણી વાર્તાના સ્વાભાવિક પ્રવાહમાં ભંગ પાડે છે અને વાર્તાના મૂળ પ્રયોનને જ મારી નાંખે છે. ”
અધ્યયન ૧ર : હારિણીય
અધ્યયન સાર
મુનિશ્રી હરિકેશ બલને એક માસના ઉપવાસ બાદ પારણુ કરવાનો સમય હતો ત્યારે રાજય પુરોહિતને ત્યાં યજ્ઞ થતો હતો ત્યાં ભિક્ષાર્થે તેઓ જઈ ચડ્યા. તેમને જોઈને યજ્ઞના અસભ્ય બ્રાહ્મણો તેમનો ઉપહાસ કરવા લાગ્યા અને કહ્યું કે તું આવો બિભત્સ રૂપવાળો, કાળો, ચીંથરેહાલ કોણ છે? ચાલ્યો જા. અહીં જે ભોજન તૈયાર કર્યું છે તે બ્રાહ્મણો માટે જ છે.
મુનિશ્રીએ કહ્યું હું શ્રમણ છું, બ્રહ્મચારી છું તેમજ ભિક્ષાજીવી છું. માટે મને ભિક્ષા આપશો તો પુણ્ય પ્રાપ્તિ થશે.
બ્રાહ્મણોઃ અમે બ્રાહ્મણો જ ઉત્તમ જાતિના અને વેદ પારંગત છીએ અને તેથી પુણ્ય પ્રાપ્તિનું ક્ષેત્ર છીએ.
મુનિશ્રી : જેઓ ક્રોધ અને માનથી ભરેલા હોય, પ્રાણવધ કરતા હોય, અસત્ય બોલતા હોય, પરિગ્રહ સેવતા હોય, વેદ ભણતા હોય પરંતુ તેનો અર્થ સમજતા ન હોય તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યાએ હીન અને પાપરૂપ છે – પુણ્યના ક્ષેત્રે નહીં.
(કથા કહે છે કે આથી બ્રાહ્મણો ચિડાયા અને મુનિને સખત માર મારવા લાગ્યા. પરંતુ રાજકુમારી ભદ્રાએ વચ્ચે પડી મુનિશ્રીની ખરી ઓળખ આપી. આ ક્ષણે યક્ષ પણ વચ્ચે આવ્યા જેથી બ્રાહ્મણોએ પોતાની ભૂલ સ્વીકારી ક્ષમા યાચી.) (ગા. ૧ થી ૩૭)
ત્યારબાદ યજ્ઞનો ખરો પ્રકાર કેવો હોય તે વિષે બ્રાહ્મણોએ મુનિશ્રીને વિવિધ પ્રશ્નો પુછ્યા તેના જવાબો નીચે મુજબ છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org