________________
૨
બ્રાહ્મણો ! તમે પાણી વાપરી બાહ્ય શુદ્ધિ શોધો છો તથા દર્ભ, યજ્ઞસ્તંભ, કાષ્ટ અને અગ્નિનો ઉપયોગ કરી અનેક પ્રકારની જીવહિંસા કરો છો જેથી પાપની જ વૃદ્ધિ થાય છે.
જિતેન્દ્રિય પુરૂષ તો તમામ પ્રકારની હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, માન અને માયાનો ત્યાગ કરી, શરીરની મમતાનો ત્યાગ કરી શ્રેષ્ઠ મહાયજ્ઞ કરે છે. ‘‘આ ‘યજ્ઞ'નો અગ્નિ કયો ?’' ‘‘તમારો અગ્નિકુંડ કેવો હોય ?” ‘‘ધી હોમવાનો તમારો ચાટવો કેવો હોય ?’’ ‘‘તમારા ઈંધન કેવાં છે ?’’ ‘“તમે અગ્નિમાં હોમહવન શાનો કરો ?'' વગેરે પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું, “તપ મારો અગ્નિ છે, મન વચનનો શુભ વ્યાપાર મારો ચાટવો છે, શરીર ઈંધન છે અને તેમાં કર્મને બાળું છું અને સંયમ, યોગ તથા શાંતિનો હું હોમહવન કરું છું.” (ગા. ૪૩-૪૪) “આપનું તીર્થ કયું ? જળાધરી કઈ? મેલ ટાળવાને કેવી રીતે સ્નાન કરો છો ?’’ તે પ્રશ્નોના જવાબમાં મુનિશ્રીએ કહ્યું,
..
""
ધર્મ મારું તીર્થ છે, બ્રહ્મચર્ય જળાધરી છે જેના વડે તેજો પદ્મ અને શુકલ લેશ્યાથી સ્નાન કરી હું મળરહિત થાઉં છું.' "ध्यान धूपं मनोपुष्पं, पंचेन्द्रिय हुताशनं, क्षमा जाप संतोष पूजा पूजो देव निरंजनम् ।
✰✰✰
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
For Private & Personal Use Only
અધ્યયન-૧૨
સાર
www.jainelibrary.org