________________
અધ્યયન-૧૪
सबंजगं जइतुहं सव्वं वाविधणं भवे । सव्वंपिते अपज्जत्तं नेव ताणाय तंतव।। (३९)
હે નરદેવ ! જે કાળે આમ કામભોગ છોડીને મરણ પામશો ત્યારે આ જગતની કોઈ પણ વસ્તુ તમોને દુર્ગતિમાં પડતા બચાવી શકશે નહીં.” (ગા. ૪૦)
दवग्गिणा जहा रण्णे डज्झमाणेसु जंतुसु । अन्ने सत्ता पमोयन्ति रागदोस वसं गया ।। (४२) अवमेव वयं मूढा | कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुझामो रागोसग्गिणा जगं ।। (४३)
અરણ્યમાં દાવાનળ સળગે છે ત્યારે તેમાં સળગતા પ્રાણીને મરતા જોવા છતાં અરણ્ય બહારના પ્રાણીઓ આનંદમાં મસ્ત રહે છે તેમ આપણે પણ કામભોગમાં મૂર્થિત રહીને કષાયોથી બળતા જગતને જોવા છતાં તેના સ્વરૂપને જાણતા નથી.” (ગા. ૪૨-૪૩)
રાણીના ઉપદેશથી રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેઓ બંને પણ દીક્ષા ગ્રહણ કરે છે.
*
*
*
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org