________________
ઉપોદ્ઘાત
રીતે તોડવો ? આ પ્રશ્નનો જવાબ શોધીએ તે પહેલાં ‘અજીવ’ તત્ત્વ શું છે અને તેના પ્રકારો કેવા હોય છે તે જાણીએ.
૧૬
તત્ત્વજ્ઞોએ ‘અજીવ'ના પાંચ પ્રકાર કહ્યાં છે. તે નીચે મુજબ છે. (૧) પુદ્ગલ (૨) ધર્મ (૩) અધર્મ (૪) આકાશ (૫) કાળ. જૈન પરિભાષામાં આ પાંચ પ્રકારોને પાંચ ‘દ્રવ્યો’ કહે છે. તે જ રીતે ‘જીવ'ને છઠ્ઠું ‘દ્રવ્ય’ કહે છે. સંસારની ઘટમાળ સમજવા માટે આ છ ‘દ્રવ્યો’ની સમજ જરૂરની છે. તેમાંના ‘જીવ’ દ્રવ્યની સમજ શું છે તે આપણે ઉપર જોઈ ગયા. હવે ‘અજીવ’ના પાંચ દ્રવ્યોની સમજ શું છે તે જોઈએ.
(૧) ‘પુદ્ગલ’
પ્રથમ દ્રવ્ય ‘પુદ્ગલ’ છે. ‘અજીવ’ના આ પાંચ દ્રવ્યોમાં અતિ અગત્યનું આ દ્રવ્ય છે. તેનો શાબ્દિક અર્થ કરીએ તો પુદ્ગલ થાય. પુર્ એટલે જે વસ્તુ ભેગી થાય છે - સમન્વય કરે છે. ગલ એટલે જે વસ્તુ છૂટી પડે છે. આથી ‘પુદ્ગલ' શબ્દનો અર્થ થાય કે વસ્તુની એવી સ્થિતિ કે જે સતત ભેગું થાયઅને છૂટું પડે, એટલે કે જે કે ક્ષણે ક્ષણે બદલાતું રહે, જે સ્થિર સ્વરૂપનું ન હોય. મનુષ્ય જીવનનું ભૌતિક સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું જ રહે છે. કામ, ક્રોધ, મોહ, માન, માયા, મદ, લોભ, લાલચ વગેરે કષાયોનું સ્વરૂપ સ્થિર રહી શકતું જ નથી.
‘જીવ', ‘અજીવ'ના સતત સંસર્ગમાં રહેવાથી, આ પુદ્ગલ દ્રવ્યોથી રંગાય છે. ઉપર જણાવેલ કષાયોથી રંગાય ત્યારે પોતાની ચૈતન્ય શક્તિ જે તે રંગોથી રંગાયેલ હોય તે પ્રમાણે કામે લગાડે છે. આપણા જીવનનો સારો ક્રમ આ રીતે જ ચાલે છે. આપણે ક્રોધાવેશમાં હોઈએ ત્યારે આપણી આત્મિક શક્તિને ક્રોધના આવેગમાં કાર્યરત થાય છે.
(૨) ધર્મ’
બીજું ‘અજીવ' દ્રવ્ય ‘ધર્મ’ છે. અહીં ‘ધર્મ’નો અર્થ Religion એટલે ધાર્મિક માન્યતામાં લેવાનો નથી. જૈન પરિભાષાના ઘણા શબ્દો એવા છે કે સામાન્ય રીતે થતાં શબ્દકોશના અર્થો તેને લાગુ પડતા નથી. અહીં ‘ધર્મ’ એટલે વસ્તુનો
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
-
www.jainelibrary.org