________________
ઉપોદ્ઘાત
ઉપોદ્ઘાત
Jain Education International 2010_03
પૃષ્ઠભૂમિ : મુત્તાણું મોયગાણું : ‘“જે સ્વયં મુક્તિને પામેલ છે અને બીજાને પણ મુક્તિ પમાડે છે.’ સિદ્ધ સ્થિતિને પામનાર આત્માની આ ઓળખ છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાંની આ વાત છે. ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે સન્યાસ લીધો. ત્યારબાદ બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી અને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. જે માર્ગે પોતાને કૈવલ્ય પ્રાપ્ત થયું તે માર્ગનું દર્શન સમસ્ત જગતને કરાવવા નિષ્કામ કરૂણાથી પ્રેરાઈને ત્રીસ વર્ષ સુધી ભગવાને સ્થળે સ્થળે પાદવિહાર કરી તેમજ પોતાના શિષ્યોને મોકલી અહિંસા સમેતના પંચશીલનો પ્રચાર કર્યો. આ રીતે પોતાની ૭૨ વર્ષની ઉંમરે ભગવાને તેમના ભૌતિક જીવનનું છેલ્લું ચાતુર્માસ હાલના બિહારના પાવાપુરીમાં કર્યું. આ ચાતુર્માસ પુરા થવા આવ્યા હતા. ભગવાને જોયું કે તેમના ભૌતિક જીવનનો અંત નજીક આવી ગયોછે. તેમના પટ્ટ શિષ્ય ગૌતમને તેમના પ્રત્યે ઘણો જ અનુરાગ અને ભક્તિ હતા. ભગવાને જોયું કે તેમના ભૌતિક જીવનનો અંત ગૌતમ નજરે જોઈ શકશે નહિ. આથી તેમણે ગૌતમને બીજે મોકલ્યા. ‘કલ્પસૂત્ર' કહે છે કે તે સમયે ભગવાનની ધર્મસભામાં કાશી અને કોશલના અઢાર રાજવીઓ, નવ લીચ્છવીઓ, નવ મલ્લો અને બીજાઓ હાજર રહેલ. તેમની હાજરીમાં ભગવાને પોતાના નિર્વાણ સમય પહેલાં જગતને પોતાનો અંતિમ સંદેશ આપ્યો અને આ દુઃખમય સંસારની વિડંબનાઓમાંથી કાયમ માટે છુટકારો મેળવવા સંસારી જીવોએ શું અને કેવી રીતે વર્તવું જોઈએ તે સમજાવ્યું.
ઉત્તરાધ્યયન - સાર
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org