________________
૫૦
,
અધ્યયન-૨૮
અવકાશ આપવાનું છે. પોતાની મેળે વર્તતા પદાર્થોને વર્તવામાં નિમિત્ત રૂપે સહાયક થવું તે કાળનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખના જ્ઞાનનો ઉપયોગ કરવો તે જીવનું લક્ષણ છે. શબ્દ, ધ્વનિ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, પ્રકાશ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ સર્વ પુગલના લક્ષણો છે. એકત્વ, પૃથકત્વ, સંખ્યા, આકાર, સંયોગ અને વિયોગ એ બધા પર્યાયના લક્ષણ છે. (ગા. ૮ થી ૧૩)
નોંધ : ત્યારબાદ ગા. ૧૪ મોક્ષની સીડી ચડ્યાને ઉપયોગી તેવા નવ તત્ત્વોનું વર્ણન રે છે. આ નવ તત્ત્વોનું સભ્યનું જ્ઞાન મનુષ્યને પ્રાપ્ત થાય અને તે પ્રાપ્ત થયા બાદ તેના ચારિત્ર્યની ખીલવણી થતી જાય તો ક્રમશ: તે જીવ મોક્ષની સીડીનું છેલ્લું સોપાન પ્રાપ્ત રે છે.
આ નવ તત્ત્વો આ પ્રમાણે છે : (૧) જીવ, (૨) અજીવ, (૩) પાપ, (૪) પુણ્ય, (૫) આસ્રવ, (૬) બંધ, (૭) સંવર, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. (આ નવ તત્ત્વોની સમજ ઉપોદ્ધાતમાં અપાઈ ગયેલ છે.)
આ નવ તત્ત્વોમાં ખરી શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે સમ્યમ્ દર્શન ઉત્પન્ન થયું કહેવાય. આવું સમ્યમ્ દર્શન કોઈ વ્યક્તિને કુદરતી રીતે જ ઉત્પન્ન થાય, તો કોઈને ઉપદેશથી કે સૂત્રોના અભ્યાસથી વગેરે જુદી જુદી રીતે ઉત્પન્ન થાય છે. (ગા. ૧૭ થી ર૭).
આ રીતે જીવ આદિ તત્ત્વોનો અભ્યાસ તત્ત્વજ્ઞ અને જ્ઞાની પુરૂષોની સેવા તથા માર્ગભ્રષ્ટ તથા કુદર્શનીઓનો ત્યાગ – તે સમ્યગ દર્શનના લક્ષણો છે. (ગા. ૨૮) સાચા સમ્યકત્વ વિના સમ્યગું ચારિત્ર સંભવે નહીં.
नादसणिस्स नाणं नाणेण विणा नहुति चरणगुणा । अगुणस्स नथ्थि मोख्खवो नथ्थि अमोख्ख्स्स निवाणं ।। (३०)
અર્થાત, સમ્ય દર્શન વિના જ્ઞાન સંભવે નહીં, સમ્યગુ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર સંભવે નહીં, શુદ્ધ ચારિત્ર વિના કર્મ-ક્ષય સંભવે નહીં અને કર્મ-ક્ષય વિના મોક્ષ સંભવે નહીં. (ગા. ૩૦)
રાગદ્વેષ રહિત મનના પરિણામો, જીવનપર્યતની દીક્ષા, તપથી પ્રાપ્ત થતી
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org