________________
અધ્યયન-૨૮
તેમાં ‘મતિ' એટલે ઈન્દ્રિયો તથા મન દ્વારા ચિંતન, વિચાર અને તર્કથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને ‘મતિ જ્ઞાન” કહે છે.
‘કૃત” એટલે સાંભળેલું. પૂર્વ કાળમાં શાસ્ત્ર જ્ઞાન “શ્રુત હતું. પરંતુ હાલ વ્યાખ્યાન વાચન વગેરેથી જે જ્ઞાન મેળવીએ “કૃત'ની #ામાં આવે તે પણ ઈન્દ્રયો દ્વારા જ મળે છે તેથી પરોક્ષ જ્ઞાન છે.
બાકીના ત્રણ પ્રકારો પ્રત્યક્ષ જ્ઞાનના છે “અવધિ જ્ઞાન એટલે આત્મિક બળદથી અમુક ક્ષેત્રની અવધિ (limits)માં થતી ઘટનાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મન:પર્યાય એટલે બીજાના મનની વાત જાણી લેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ બંને જ્ઞાન પ્રત્યક્ષ' છે. કેમકે જ્જાની બાહો મદદ વિના આત્મા આ જ્ઞાન પ્રાપ્ત રે છે.
છેલ્લું કેવળ જ્ઞાન” તે સંપૂર્ણ જ્ઞાન જે આબાધિત છે અને જે આત્માને સર્વજ્ઞાનીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે તે પ્રત્યક્ષ જ્ઞાનની પરાકાષ્ટ છે.
આ પ્રત્યક્ષ” જ્ઞાનની વાત કાલ્પનિક નથી. ત્રીજા અને ચોથા પ્રકારના જ્ઞાન હોવાના ઘખલાઓ મનુષ્ય અનુભવના છે અને તેનું સારું એવું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. જો આ પ્રકરના સીમિત પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શક્તા હોય તો “ક્વળ જ્ઞાન પણ હોઈ શકે. “મતિ” અને “ભુતમાં જ રહેતા આપણે માટે “કેવળ જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ ન હોય પરંતુ જો અલ્પાંશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકાતું હોય તો સર્વાશે કેમ ન મેળવી શકાય ? તેવો તર્ક અસ્થાને નથી.
નોંધ ર : દ્રવ્ય', 'ગુણ’ અને ‘પર્યાય' એ જૈન પરિભષાના અગત્યના શબ્દો છે. સમસ્ત વિશ્વ છ દ્રવ્યોનું બનેલ છે. જીવ-અજીવના પાંચ પ્રકારો – પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ દરેક દ્રવ્યને પોતપોતાનો વિશિષ્ટ અને અંતર્ગત ગુણ હોય છે. ‘પર્યાય’ એટલે પલટાતી અવસ્થા. દા.ત. ‘જીવ’ એ દ્રવ્ય છે, જ્ઞાનાદિ તેના ગુણો' છે અને કર્મવશાત તેમાં વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય તેવા રૂપાંતરો થાય છે તે તેના પ્રયાયો' છે.
ઉપરની બંને નોંધો અંગે ટૂંકમાં ઉલ્લેખ આ અધ્યાયની ગાથા ૧ થી ૭માં આવે છે. ગા. ૮ થી ૧ર ધર્મ, અધર્મ વગેરે અજીવ તત્ત્વોની ઓળખ આપે છે.
અધ્યયન સાર ધર્મનું લક્ષણ ગતિ, અધર્મનું લક્ષણ જડતા, આકાશનું લક્ષણ સર્વ દ્રવ્યોને
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org