________________
૫૪
અધ્યયન-ડેર
દુઃખમય સંસારનો ઉપાય
નોંધ : જીવો સુખની શોધમાં બધી સાંસારિક પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ સરવાળે તો હાથમાં ફક્ત દુ:ખ જ આવે છે તેની અજ્ઞાનતા જ બ્રેક મનુષ્યને સંસારમાં પ્રવૃત્ત રાખે છે. પરંતુ મહાવીર અને બુદ્ધ જેવા જ્ઞાની પુરૂષોએ સાંસારિક જીવનનું રહસ્ય જાણીને જ કહ્યું, “અહો ! દુખો હી સંસારો” અરે ! સંસાર દુઃખમય જ છે. અમુક વિદ્વાનોને આ વાત રૂચિ નહીં. તેમણે કહ્યું કે આ તત્ત્વજ્ઞાન તો નિરાશામૂલક છે.
સુખની શોધમાં ભટકતો મનુષ્ય છેવટે દુ:ખને જ કેવી રીતે પામે છે તેનું વેધક મનોવિશ્લેષણ આ અધ્યાયમાં રવામાં આવેલ છે. સાંસારિક જીવનનું પણ અહીં વેજ્ઞાનિક વિશ્લેષણ છે જે વાસ્તવિક્તાની ભૂમિ ઉપર ઉભેલ છે. તેને નિરાશામૂલક ફ્લેવું તે શાહમૃગની પેઠે અણગમતી પરિસ્થિતિમાં મોટું સંતાડી દેવા જેવી વાત છે.
વિષયો પ્રત્યે તો “રાગ' નહીં, પરંતુ દ્વેષ’ પણ નહીં કારણ કે ‘રાગ’ કે ‘ષ” વિષયજન્ય નથી, આપણા માનસજન્ય છે આથી ‘વિતરાગ’ સ્થિતિ પ્રાપ્ત કરવી આદર્શમય છે. જયાં રાગની ઉત્પત્તિ જ નથી ત્યાં શ્રેષને સ્થાન જ ક્યાંથી હોય ? આવી સમતા-સ્થિતિ પ્રાપ્ત કરવાનો અહીં ઉપદેશ છે, અને તેમાં જ ખરા સુખની પ્રાપ્તિ છે તેવો નિર્દેશ છે. દુ:ખમય સંસારને સુખમય બનાવવાનો અહીં ઉપાય છે જે ‘‘નિરાશામૂલક નહીં પરંતુ આશા અને ઉત્સાહમૂલક છે.
અધ્યયન ૩ર : પ્રમાદ સ્થાનો – દુ:ખ ઉત્પતિ-નિવારણ
હવે સ્વાધ્યાય જોઈએ.
શ્રી સુધર્મ સ્વામી કહે છે : અનાદિ કાળની અવિરતિરૂપ આ દુઃખમય સંસારથી મુક્ત થવા તમોને હવે જે કહેવામાં આવે છે તે એકાગ્ર ચિત્તથી સાંભળો.
જ્ઞાનનો પ્રકાશ થવાથી અજ્ઞાન-જનિત મોહને ત્યાગવાથી અને રાગ-દ્વેષને ક્ષય કરવાથી નિરાબાધ સુખ પામી શકાય. ગુરૂજનની સેવા, મૂર્ખજનોથી દૂર રહેવું, એકાંતમાં અધ્યયન કરવું અને સૂત્રોનું ચિંતન કરવું એ મોક્ષ માર્ગ છે. (ગા. ૧ થી ૩)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org