________________
અધ્યયન-૧૬
૮૧
બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાનો
નોંધ : બ્રહ્મમાં - પરમાત્મ સ્વરૂપમાં સતત ચર્ચા કરવી તે બ્રહ્મચર્ય ફકત જાતીય સંબંધ ન બાંધવા #તાં ઘણો જ વ્યાપક આ ખ્યાલ છે, જે ખ્યાલમાં માનસિક અને કાચીક પ્રવૃત્તિ સંપૂર્ણપણે બ્રહ્મ પરાયણ જ રહે. આવી પરિસ્થિતિના નિર્માણમાં મદદરૂપ થાય તેવા દસ સ્થાનોની અહીં ચર્ચા છે. ગમે તે ઉચ્ચ કોટિના સાધક માટે પણ નિમિત્ત મળતાં બ્રહ્મચર્યના સ્મલનની ભીતિ રહે છે. તેથી અહીં બનાવેલા દસ સ્થાનો વિષેની માહિતી અતિ આવશ્યક છે.
અધ્યયન ૧૬ : સમાધિ સ્થાનો
અધ્યયન સાર
હે આયુષ્યમનું! શ્રી ભગવાન મહાવીરે બ્રહ્મચર્યના જે દસ સમાધિ સ્થાન પ્રરૂપ્યા છે તે નીચે મુજબ છે :
(૧) નિર્ગથે પોતાના શયન આસનાદિ માટે સ્ત્રી, પશુ અને નપુંસક જે સ્થાને રહેતા હોય તેવા સ્થાનને પસંદ ન કરવું.
(૨) નિર્ગથે સ્ત્રી-કથા તથા શૃંગારની વાતચીત કરવી નહીં. (૩) નિર્ગથે સ્ત્રી સંગાથે એક જ આસને બેસવું નહીં.
(૪) નિર્ગથે સ્ત્રીના સૌંદર્ય તથા મનોહરતા તરફ જોવું નહીં કે તેનું ચિંત્વન પણ કરવું નહીં.
(પ) નિર્ગથે પરદાને અંતરે રહીને સ્ત્રીના કલહ, રૂદન, ગીત, હાસ્ય, વિલાપ આદિ સાંભળવા નહીં.
(૬) નિર્ગથે ભૂતકાળમાં સ્ત્રી સંગાથે જે ભોગ ભોગવ્યા હોય તે યાદ કરવા નહીં.
(૭) નિર્ગથે ભારે આહાર કરવો નહીં. (૮) નિર્ગથે અતિ ખાનપાન સેવવું નહીં.
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org