________________
૧૧૬
સાચો જ્ઞાની
નોંધ : ફક્ત પંડિતાઈથી અગર શાસ્ત્રોના અધ્યયન માત્રથી સાચો જ્ઞાની થવાતું નથી. સાચા જ્ઞાની સાધુનો આચાર કેવો હોવો જોઈએ તેનું અહીં ગિતથી વર્ણન છે.
અધ્યયન ૧૧ : બહુશ્રુત વર્ણન
અધ્યયન સાર
સંગોના વિષ્વમુ ૢત્ત્વ જે આંતર-બાહ્ય તમામ સંયોગ (બંધનો)થી મુક્ત થયો છે તેવા સાધુપુરૂષનો આચાર કહું છું તે સાંભળો.
જે સાધુ વિદ્યારહિત છે, અહંકાર કરે છે, રસાદિમાં લુબ્ધ રહે છે, ઈન્દ્રિયોને અંકુશમાં રાખી શકતો નથી અને અતિ વાચાળ છે તે બહુશ્રુત કહેવાય નહીં. પાંચ પ્રકારે શિક્ષા ગ્રહણ થઈ શકતી નથી. તે પાંચ છે : (૧) ગર્વ, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ અને (૫) આળસ. (ગા. ૧ થી ૩)
આઠ પ્રકારે સાધુ સુશીલ ગણાય છે : (૧) હાસ્ય ત્યજવાથી, (૨) ઈન્દ્રિય નિગ્રહથી, (૩) બીજાની નિંદા ન કરવાથી, (૪) સદાચારી થવાથી, (૫) અનાચાર ન કરવાથી, (૬) અતિલોલુપ ન થવાથી, (૭) ક્રોધ ન કરવાથી, (૮) સત્યમાં અનુરક્ત રહેવાથી.
અધ્યયન-૧૧
અવિનીત સાધુ ચૌદ પ્રકારે વર્તતો હોય છે. જે ક્રોધ કરે, જ્ઞાનનો મદ કરે, પારકાના છિદ્રો શોધે, મિત્રનું પાછળથી વાંકુ બોલે, નિશ્ચયાત્મક ભાષા બોલે, રસાદિમાં લુબ્ધ રહે, બીજા સાધુઓને આહાર વગેરેમાં ભાગ ન આપે વગેરે.
પરંતુ સુવિનીત સાધુ નમ્ર, ચપળતા અને કુતુહલરહિત કઠોર વચન, નિંદા અને મદરહિત હોય છે. (ગા. ૪ થી ૧૩)
જે સૂત્ર પઠનાદિમાં ઉત્સાહી છે, જેના વાણી અને નૃત્ય ય છે તે શિષ્ય શિક્ષાને યોગ્ય છે.
જેમ દૂધ ભરેલ શંખ ઉજ્જવળ દેખાય છે તેમ બહુશ્રુત સાધુના ધર્મ અને જ્ઞાન
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org