________________
અધ્યયન-૧૫
૧૧૫
સાચો ભિક્ષુ
અધ્યયન ૧૫ : સભિક્ષુક
સાચો સાધુ તેજ કહેવાય કે જે વિવેકપૂર્વક ધર્મ અંગીકાર કરી ઈચ્છારહિત થઈ વિચરે અને પૂર્વાશ્રમના સંબંધીઓની આસક્તિ છોડી દે અને જે અજ્ઞાત રહીને કાયમ વિહાર કરે. આવો સાધુ રાગરહિત થઈને સંયમ માર્ગમાં દઢ રહે અને સર્વ પ્રાણીઓને આત્મવત્ જોવે.
તેવો સાધુ દુર્વચન, માર વગેરે સહન કરે અને સંસારની ચિંતામાં પડે નહીં. તે શીતોષ્ણ સહન કરે, ડાંસ મચ્છરાદિનો ઉપદ્રવ સહે, આદર-સત્કાર, પુજા, વંદન અને પ્રશંસાની ઈચ્છા કરે નહીં. તે સ્વપ્ર, દંડ અને વાસ્તુવિદ્યાના લક્ષણ, અમુક કાર્ય કે વિજય થશે કે કેમ? તે તમામ જાણવાની વિદ્યા દ્વારા પોતાનું જીવન ચલાવવું તે ત્યાગીઓ માટે યોગ્ય નથી. આ લોકના લાભ અર્થે બીજા ગૃહસ્થોનો પરિચય સાચો ભિક્ષુ સેવે નહીં. ભિક્ષામાં મળેલ સ્વાદિષ્ટ ભોજનના સરખા ભાગ કરી બીજા ભિક્ષુને આપે નહીં તે સાચો ભિક્ષુ નથી. ઓસામણ, જવનું પાણી, ચોખાની કાંજી વગેરે સ્વાદરહિત આહારને જે સાધુ નિંદે નહીં અને તે વહોરાવે તેવા ગરીબના ઘરે ભિક્ષા લેવા જાય તે સાચો ભિક્ષુ છે. અતિ રૌદ્ર અને ભયંકર અવાજોથી ડરીને પોતાના ધ્યાનમાંથી ચલિત ન થાય અને વિવિધ પ્રકારના ધર્મવાદને જે જાણે છે અને જે બાહ્ય તેમજ અભ્યતર ગાંઠોથી મુક્ત છે તેજ ખરો સાધુ છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org