________________
ઉપોદ્ઘાત
૧૩
જૈન દર્શનની સામાન્ય રૂપરેખા
આ સૂત્રોમાં જોઈતો રસ ઉત્પન્ન થાય તે માટે તે સૂત્રો હાથમાં લેતા પહેલાં જૈન દર્શનના સામાન્ય સ્વરૂપની એક બહોળી રૂપરેખા સમજવાની જરૂર છે.
જૈન દર્શન એક સંપૂર્ણ તર્કશુદ્ધ અને વૈજ્ઞાનિક તત્ત્વ-ચિંતન છે અને તેમાં પ્રેમમય સમર્પિત ભક્તિભાવને સંપૂર્ણ અવકાશ હોવા છતાં મુખ્યત્વે તો તે જ્ઞાનમાર્ગ છે. આથી જ તેમાં દરેક સિદ્ધાંતની ચર્ચા ઝીણામાં ઝીણી વિગતથી તથા ઉંડાણથી થયેલ છે. તે વિગતો અને ઉંડાણમાં ઉતર્યા વિના તે સિદ્ધાંતોની બાહ્ય રૂપરેખા જ (outlines) આપણે અત્રે જોઈશું.
સુખની દોડ, દુઃખની પ્રાપ્તિ
દરેક તત્ત્વ-દર્શનના પાયામાં જોઈએ તો દરેક જીવની “સુખ પ્રાપ્ત કરવાની વૃત્તિ અને તે માટેની દોડ માલુમ પડશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કે સત્તા પાછળની દોડ, સકાર્યો કરવાની અભિલાષા કે દુષ્કાર્યો કરવાનું સાહસ, માનમોભો કે પ્રતિષ્ઠા મેળવવાની વૃત્તિ કે લગ્ન, પ્રજોત્પત્તિ તથા સાંસારિક બંધનોથી બંધાવાની તૈયારી – માણસની આ બધી પ્રવૃત્તિઓની પાછળ જો કોઈ સર્વસામાન્ય લક્ષણ હોય તો તે છે “સુખની શોધ અને તે માટેના પ્રયત્નો. છતાં આ દરેક પ્રયત્નના પરિણામે માણસને જે જોઈએ છે તે મળતું નથી. કોઈ વાર સુખને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે અને બધી વખત “સુખની પ્રાપ્તિ પણ ક્ષણિક જ હોઈને પાછી દોડ શરૂ થાય છે. જીવનને અંતે જો સરવાળો મુકાય તો સુખ કરતાં દુઃખનું પલ્લું ભારે જણાય છે અને શાશ્વત સુખની વાત તો ઝાંઝવાના જળની માફક દૂર અને દૂર જતી જાય છે. આથી મહાવીરે કહ્યું છે તુજકો હી સંસારો – “અરે, સંસાર છેવટે તો દુઃખમય જ છે.' ભગવાન બુદ્ધ પણ તેમજ કહ્યું.
જો તેમજ હોય તો તેનો ઉપાય શો છે? જેમ છે તેમ ચાલવા દેવું અને નિયતિને વશ રહીને જીવન પૂરું કરવું? જૈન દર્શન કહે છે “ના. તું એટલું જ સમજે કે તારા સુખ-દુ:ખનો કર્તા તું જ છે તો આ વિવશતાનો ઉપાય જરૂર સૂઝશે.” આ સિદ્ધાંત સમજવા માટે પ્રથમ જરૂર છે. આ વિશ્વતંત્રની રચના અને તેની કાર્યપદ્ધતિ
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org