________________
અધ્યયન-૩૬
૪૫
*
*
*
અધ્યયન ૩૯ : જીવ-અજીવ તત્વ
અધ્યયન સાર
સંયમને વિષે યત્ન કરનાર સાધકે જીવ અને અજીવના ભેદો જાણવા જરૂરના છે. (આ બે મૂળ તત્ત્વોનું આ જગત બનેલ છે.) જયાં જીવ અને અજીવ તેમ બંને તત્ત્વો અસ્તિત્વમાં હોય તેને શ્રી તીર્થકરો “લોક' કહે છે. પરંતુ જયાં ફક્ત “અજીવ' પદાર્થ – “આકાશ' જ છે તેને અલોક' કહેલ છે. આ જીવ તથા અજીવનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર (space), કાળ (time), અને ભાવ તેમ ચાર પ્રકારે થાય છે. (એટલે કે તેને યથાર્થ સમજવા માટે આ ચાર પ્રકારો ધ્યાનમાં લેવા જોઈએ.) (ગા. ૧ થી ૩)
નોંધ : જીવ-અજીવ વચ્ચેના ભેળે યથાર્થ રીતે સમજવામાં આવે તોજ આત્મજ્ઞાન મેળવવામાં પ્રગતિ થઈ શકે તેમ જૈન તત્વજ્ઞો આગ્રહપૂર્વક જણાવે છે. “જીવ’ એટલે ચેતન તત્ત્વ જેને આપણે “આત્મા” તરીકે ઓળખીએ છીએ. અજીવ એટલે જે ચેતન તત્ત્વ નથી. આ બંને તત્ત્વો અનાદિકાળથી સંયોગમાં રહેતા આવ્યા છે. ચેતન તત્ત્વ તેના શુદ્ધ સ્વરૂપે સર્વશક્તિ સંપન્ન અને સર્વદર્શી છે, પરંતુ અજીવ તવના સંયોગથી તેના આ ગુણો ઢંકાઈ જાય છે, તેટલું જ નહીં પણ આવા સંયોગથી જીવની ચેતના શક્તિ અજીવને પ્રાપ્ત થાય છે. જેને પરિણામે આ સંસાર-ચક્ર તેના વિવિધ મે ચાલ્યા કરે છે. આ રીતે સંસારના સારા માઠા અનુભવો લેતો જીવ આગળ પ્રગતિ રે છે અને અજીવના અશુભ પુદ્ગલોને ક્ષીણ જતાં રતાં કાલાંતરે તેની શુદ્ધતા પ્રકાશમાં આવતી જાય છે અને છેવટે જ્યારે તે સંપૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વલ્યને પામે છે. આવી શુદ્ધિને પ્રાપ્ત કરવા શું શું ઉપાયો રવા જોઈએ તેની યોગ્ય સમજ મેળવવા જે પ્રથમ જરૂર છે તે જીવ-અજીવનો પ્રકાર અને કાર્ય પદ્ધતિ યથાર્થ રીતે સમજવાની – આ અધ્યાયનો મુખ્ય હેતુ આજ છે. જીવ-અજીવની વિશેષ સમજ માટે ઉપોદઘાત જુઓ.
પ્રથમ “જીવ' તત્ત્વ લઈએ તો તેના બે વર્ગ છે (૧) સંસારી જીવો અને (૨) સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત થયેલ મુક્ત જીવો. (ગા. ૪૯)
સંસારી જીવોના બે પ્રકાર છે (૧) ત્રસ (ર) સ્થાવર. ત્રસ એટલે જંગમ - ચાલી શકે તેવા અને સ્થાવર એટલે સ્થિર. (ગા. ૬૯) “ત્રસ જીવના પ્રકારોમાં એકેન્દ્રીયથી માંડી પંચેન્દ્રિય જીવો આવી જાય. સ્થાવરમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે આવે. (ગા. ૭૦-૯૪-૧૦૭-૧૦૮)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org