SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ નોંધ : આ અધ્યાયમાં આ તમામ જીવોના પેટા વિભાગોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે જેનો ઉલ્લેખ અહીં સરળતા ખાતર લ નથી. સિદ્ધ જીવો ઃ જે જીવો અજીવના સંસર્ગથી મુક્ત થઈ તેના શુદ્ધ સ્વરૂપે હસ્તી ધરાવે છે. તેના પ્રકારો તેના સંસારના છેલ્લા જન્મ ઉપરથી દર્શાવવામાં આવેલ છે, પરંતુ તે ઉપરથી જૈન દર્શનની વિશાળતાનું માપ સહેલાઈથી નીકળી શકે છે. ગાથા નં. ૫૦, પર થી ૫૫ માં કહે છે કે આવા સિદ્ધ સ્થિતિને પામેલા જીવો પુરૂષ, સ્ત્રી, નપુંસક, જૈનમાર્ગી અને અન્ય માર્ગી પણ હોય છે. (અહીં લીંગ-ભેદ અગર સંપ્રદાય ભેદ જે આપણે આપણા સંસારી જીવનમાં જોઈએ છીએ તે નથી, તે જાણવું મહત્ત્વનું છે.) આ મુક્ત થયેલ આત્માઓ કેવા હોય છે તેનું વર્ણન ગાથા ૬૪માં આપતા કહે છે કે તે સિદ્ધ આત્માઓ મહાભાગ્યશાળી, અચિંત્ય શક્તિના ધણી, ભવપ્રપંચથી મુક્ત લોકની ટોચે સ્થિર રહેલ બિરાજે છે. તેઓ અરૂપી અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની સંજ્ઞાસહિત હોય છે. (ગા. ૬૭-૬૮) તેઓ સંસારને પાર પામેલ હોવાથી તેમજ વિતરાગ દશામાં હોવાથી ફરી અવતાર લેવાની જરૂર હોતી નથી. અધ્યયન-૩૬ અજીવ તત્ત્વ : (નોંધ : પાંચ પ્રકારના અજીવ તત્ત્વો છે જે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જેની વિગતવાર સમજ ઉપોદ્ઘાતમાં આપવામાં આવેલ છે.) આ અજીવ તત્ત્વના મુખ્ય બે પ્રકાર છે : (૧) રૂપી એટલે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય ગુણોથી યુક્ત હોવાથી પારખી શકાય છે. (૨) અરૂપી એટલે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. ‘પુદ્ગલ’ નામનું અજીવ તત્ત્વ રૂપી પણ હોય અને અરૂપી પણ હોય. (નોંધ : રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, મોહ, માયા વગેરે પૌદ્ગલિક કાયો છે. જેના પરમાણુઓ સ્થુળ સ્વરૂપે નહીં તો અરૂપી સ્વરૂપે પણ મનોવ્યાપારથી જાણી શકાય છે. તેથી તે પણ ઈન્દ્રિય ગ્રાહા હોય છે.) આ પરમાણુઓના સમુહને ‘સ્કંદ’ કહેવાય છે જેનો એક અખંડ પ્રવાહ જગતમાં વ્યાપી રહેલ છે. (ગા. ૧૧) મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે પરંતુ તેના રૂપ, રસ અને ગંધની અપેક્ષાએ ફેરફાર થાય છે ત્યારે તે અનિત્ય ભાસે છે. બાકીના અજીવ તત્ત્વો અરૂપી છે. જે પણ અનાદિ તથા અનંત છે. આ પ્રમાણે જીવ-અજીવના ભેદ ગુરૂ પાસેથી સાંભળીને તે ઉપર શ્રદ્ધા રાખીને Jain Education International 2010_03 ઉત્તરાધ્યયન સાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004591
Book TitleAgam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy