________________
ઉપોદ્ઘાત
કર્યો અને છેક સુધી ઉગ્ર તપસ્યાનો વિરોધ કરતા રહ્યા. પરંતુ મહાવીરને તેમના જેવો અનુભવ થયો નહીં કેમકે તપસ્યાના માર્ગને તેમણે અત્યંતર તપનું સ્વરૂપ આપી એક નવા ચીલા ઉપર મૂકી આપ્યો. અભ્યતર તપથી જે માનસ પરિવર્તન થાય છે તેથી અભ્યાસે ઉગ્ર તપસ્યા પણ સહજ બને છે જેની વિપરીત અસર શરીર કે મન ઉપર થતી નથી. બાર વર્ષની ઉગ્ર તપસ્યા બાદ પણ મહાવીરનું શારીરિક તથા માનસિક બળ સતેજ રહ્યું તેનું આ રહસ્ય છે.
આ રહસ્યને આપણે પામીએ તો વર્તમાનમાં જૈન સમાજ બાહ્ય તપસ્યાને જે વજન આપે છે અને તપસ્યાની ઉજવણી કરે છે તે શાસ્ત્રીય દષ્ટિએ કેટલું યોગ્ય છે તે વિચારવાની જરૂર છે.
શ્રી મહાવીર પોતે મહાન તપસ્વી હતા છતાં તામસી તાપસ અને પુરણ તાપસની ઉગ્ર તપસ્યાનું તેમણે અનુમોદન કર્યું નહીં તેનું કારણ એક જ હતું કે ગમે તેવી આકરી તપસ્યા હોય પરંતુ તેથી જો અંતરની આધ્યાત્મિક ગુણવત્તામાં વધારો થાય નહીં તો તે અર્થહીન છે.
નવ તત્ત્વો
જીવ, અજીવ, કર્મ-બંધન અને કર્મ છેદનની ઉપરની ચર્ચાથી મુક્તિની (મોક્ષની) પ્રક્રિયાના નીચેના તત્ત્વો સિદ્ધ થાય છે, જે જૈન પરિભાષામાં “નવ તત્ત્વ તરીકે ઓળખાય છે, અને જે નીચે મુજબ છે : (૧) જીવ (૨) અજીવ (૩) પાપ (૪) પુણ્ય (૫) આસ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. જે આ નવ તત્ત્વોને સારી રીતે સમજે તે “મોક્ષની પ્રક્રિયાને બરાબર સમજે.
જીવ, અજીવ, પાપ અને પુણ્યની ચર્ચા થઈ. આ પાપ-પુણ્યની સતત આવતી સરવાણીને “આગ્નવ' કહે છે અને આ જાતના આગ્નવને પરિણામે કર્મ-બંધ જીવને થાય છે. આ કર્મ-બંધને લઈને જીવ સુખદુઃખ, આશા-નિરાશા, શારીરિક અને માનસિક વિપત્તિ અને જન્મ-મરણની અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આ બધા કંકોમાંથી છૂટ્યા સિવાય શાશ્વત સુખ ઝાંઝવાના જળ જેવું છે એવી ખાતરી માણસને એક વાર થઈ જાય ત્યારે તેના જીવનમાં પરિવર્તન શરૂ થાય છે. આ પરિવર્તન પક્વ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org